• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા ના વાહનો નો ખુલ્લેઆમ ભારતીય જનતા પક્ષના ઝંડા મારવા પાલિકાના વાહનનો થતો ગેરઉપયોગ કલેકટર યોગ્ય પગલા લેવા જોઇએ મહેશ રાજ્યગુરુ*

મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકાએ પ્રજાના પૈસાથી જે વાહનો ખરીદેલ છે તે વાહનોનો ગેર ઉપયોગ તેમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આવતા હોય તેને આવકારવાના રોડ ઉપર બેનર અને ઝંડા લગાવવામાં આવેલ છે તે નગરપાલિકાના વાહનો અને માણસો દ્વારા લગાવવામાં આવેલ છે આ વાહનો અને માણસોનો પગાર મોરબીની પ્રજા ના ટેક્સ ભરેલ છે તેમાંથી થાય છે અને વાહનોમાં ડીઝલ પણ મોરબી શહેરની પ્રજાએ ભરેલા ટેક્સમાંથી વપરાય છે તો ભારતીય જનતા પક્ષને આ એવો કયો અધિકાર છે કે મોરબી શહેરમાં એમના પક્ષના ઝંડા લગાવવા માટે મોરબી નગરપાલિકાના વાહનો નો ગેર ઉપયોગ શા માટે કર્યો આ વાહનોનો જેને ગેર ઉપયોગ કરેલ છે તેમની પાસેથી ખર્ચના પૈસા વસૂલ કરી જેને સુચના આપેલ છે એવા કર્મચારી હોય કે સુધરાઈ સભ્યો હોય કે અન્ય હોદ્દેદારો હોય તેમની સામે કડકમાં કડક પગલાં લઈ નગરપાલિકાના વાહનોમાં જે ખર્ચાઓ થયેલ છે ડીઝલ અને ડ્રાઇવરના પગારનો તે તેમની પાસેથી વસૂલવો જોઈએ અને જે કોઈ હોદ્દેદારોએ આ બાબતની સૂચના આપી હોય તો તેમની સામે તેમનું સદસ્ય પદ રદ કરવા માટે શહેરી વિકાસ સચિવ્ એ યોગ્ય કરવો જોઈએ અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક આ ભાજપના ઝંડા મારતા નગરપાલિકાના કર્મચારી અને નગરપાલિકાના વાહનોને કબજામાં લઈ લેવા જોઈએ આ બાબત હજી યોગ્ય કરવામાં નહીં આવે તો જ્યાં નગરપાલિકાના વાહનો ઝંડા મારતા હશે ત્યાં વાહનો રોકવા માં આવશે જેની ગંભીરનોધ જવાબદાર અધિકારી અને પદાધિકારી લે તે મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુની પ્રેસ યાદી જણાવે છે

Related posts

*HELLO MORBI NEWS:લગ્નની લાલચ આપી રૂપીયા-એકલાખ પડાવી છેતરપીંડી આચરી છેલ્લા ત્રણેકમહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી વહીવટી તંત્ર દ્વારા આમરણ જામનગર રોડ પર ૧૦ મિનિટમાં રસ્તા પર પડેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો*

editor

Leave a Comment