• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ ભીલડી દ્રારા શરૂ કરાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

શ્રી જલારામ સત્સંગ મંડળ ભીલડી દ્રારા શરૂ કરાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
ખૂબ જ પવિત્ર,દિવ્ય અને આધ્યાત્મિક પૂન્ય નગરી સમાન ભીલડી શહેરમાં અનેકવિધ સેવાકીય તેમજ ધાર્મિક પ્રવૃતિઓ ચાલે છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાની પ્રેરણાથી ભીલડી ખાતે તારીખ 29-12-2022 પ્રથમ ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરાયાં હતાં જેમાં ડીસાથી 111 જલારામ ભકતોએ ખાસ હાજરી આપી હતી.રઘુવંશી લોહાણા શ્રેષ્ઠી બાબુલાલ કાળીદાસ ઠકકરના નિવાસસ્થાને યોજાયેલ પ્રથમ ગુરૂવારના ભજનમાં ભીલડી નગરના સનાતન હિંદુ સમાજમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.પ્રથમ ગુરૂવારના યજમાન તારાબેન,રજનીભાઈ,હર્ષદભાઈ,મહેશભાઈ,સોનલબેન,દીપાબેન,ભૂમિબેન સહિત સમગ્ર પરિવારનું વાજતેગાજતે જલારામ દર્શન ગ્રંથ તેમજ જલારામ બાપાના મોમેન્ટોથી સન્માન કરાયું હતું.આગામી બાર ગુરૂવારના ભજન માટે પણ નોંધણી થઈ ચૂકેલ હોઈ તેનું વિધિવત આમંત્રણ દેવચંદભાઈ એમ.ઠકકરે સૌને આપ્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસા વતી ભીલડીના જલારામ ભકતોને ભગવાનભાઈ બંધુએ અભિનંદન આપી વિગતવાર માહિતી આપી હતી જ્યારે આશીર્વચન જાણીતા કથાકાર પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજે આપ્યા હતા.સમગ્ર સત્સંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.પૂજ્ય જલારામ બાપાના ભજન તેમજ ગૌસેવાને લઈ સમગ્ર ભીલડી નગરમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જામ્યું છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ભીલડી દ્રારા આગામી તમામ ગુરૂવારના ભજનોનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI:રાજકોટમાં કુરેશી સાદીયા પ્રથમ નંબરે અને અરફા કુરેશી ત્રીજા નંબરે સ્થાને સમાજનું અને શાળાનું ગૌરવ બની*

editor

*HELLO MORBI:ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા અમદાવાદ ખાતે ચોથી રીજનલ કૉન્ફરન્સ યોજાય*

editor

*મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment