• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ૧-ખાખરાબેલાં ગામે ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસવ ઉજવાશે*

ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
*******************************
શ્રી આશાપુરા માતાજી,શ્રી દીપલઆઈ, શ્રી શીતળા માતાજી,સરમરીયા દાદા, ગુરુશ્રી નારણદાશબાપુ અને સુરાપુરાદાદા શ્રી ભીમજીબાપુના આશીર્વાદથી ગામ સમસ્ત-ખાખડાબેલા.૧ મુકામે શ્રી જુનાવીર હનુમાનદાદા,શ્રી દિપલ આઈ તથા શ્રી સરમરીયાદાદા અને શીતળા માતાજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો (4.5.6/4/૨૩મંગળ, બુધ,ગુરુ) ભવ્ય ઉત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે 25 વર્ષે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ પાછળનો કિસ્સો ખૂબ રસપ્રદ બની રહ્યો. મંદિરમાં એક ચબૂતરો છે જેની હાલત ખૂબ ખરાબ હતી. એક દાતાશ્રી એ ચબૂતરાની હાલત જોઈને તેને સંપૂર્ણ રીનોવેશન કરાવવાનું નક્કી કર્યું. ચબૂતરાનું કામ ચાલુ હતું તે દરમિયાન જ બાજુમાં રહેલ સરમરીયા દાદાનું જર્જરિત મંદિરની આસપાસ એક સર્પ વારંવાર બેઠેલ જોવા મળતા ગ્રામજનોને આશ્ચર્ય થયું અને કોઈ સંકેત હોય એમ સમજીને સૌ એ નક્કી કર્યું કે દાદાના મંદિરનું પણ પુનઃ નિર્માણ કરવું છે. કામ ચાલુ હતું ને અચાનક એક દિવસ શ્રી દિપલ આઈ મંદિરની ધજા આપોઆપ પડી ગઈ. માતાજીનો કોઈ આદેશ હોય એમ માનીને સૌ ગ્રામજનોએ શ્રીદિપલ આઈ મંદીરનું પુનઃ નિર્માણ કાર્ય અને દર વર્ષે જ્યા શીતળા માતાજીના નૈવેધ કરવામાં આવે છે તે મંદિરનું કામ પણ કરવાનું નક્કી કર્યું. માતાજીની કૃપાથી ગામના જ પણ બહાર રહેતા એક દાતાશ્રી દાન માટે તૈયાર થતા સાથે સાથે શ્રી આશાપુરા માતાજીના ઘુમ્મટનું પુનઃ નિર્માણ કાર્ય પણ કરવામાં આવ્યું. સૌના સાથ સહકાર અને દાન થકી સમગ્ર માતાજી મંદિર કેમ્પસમાં જરૂરી તમામ કાર્ય કરવામાં આવ્યું. જેમાં રંગ રોગાન પાણીનો ટાંકો, તુલશી ક્યારો, આખા મેદાનમાં મોરમ પાથરવી મંદિરની આસપાસ લોખંડની ગ્રીલ દરવાજા વગેરે તમામ કામ કરવામાં આવ્યા . આ કામ દરમિયાન સૌ ગ્રામજનોએ તન મન ધનથી પોતાની ફરજ સમજી ખડે પગે રહી કામ કર્યું. આમ 25 વર્ષ બાદ એક સાથે દેવી-દેવતાઓના સંકેત અને આશીર્વાદથી અને ગ્રામજનોની તથા દાતાઓની આસ્થા થકી સંપૂર્ણ પુનઃ નિર્માણ કાર્ય કરવામાં આવેલ.

Related posts

*HELLO MORBI: મોરબીમાં સરકારશ્રીના મહાશ્રમદાનમાં સહભાગી બની લોકોને સ્વચ્છતાનો સંદેશો આપતા પૂજ્યશ્રી મોરારી બાપુ*

editor

*મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો નું રોપાણ પણ કરીને તેનું સતત જતન કરવાના પ્રયાસો કરતી સંસ્થા: માનવ વેલ્ફેર ફાઉન્ડેશન*

Hello Morbi

*નાના માંઢા ગામમાં પ્રજા માટે મોટી સમસ્યા અંગે ગ્રામજનોએ કરી રાવ*

Hello Morbi

Leave a Comment