• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: હનુમાન જયંતિએ ૩૫૦૦ રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવતી મોરબી ની નવયુગ સ્કૂલ*

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટે આજે હનુમાન જયંતી નિમીતે અનોખો રેકોર્ડ નું સર્જન કર્યું હતું જેમાં નવયુગ સંકુલના વિધાર્થીઓએ ૩૫૦૦ જેટલા રામનામના પત્રો ત્યાર કરીને અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાજે મોકલવાનો સંકલ્પ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે હનુમાન જયંતિ ના દિવસ નિમિતે ૩૫૦૦ રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંચાલકોના જણાવ્યા અનુસાર સમગ્ર નવયુગ સંકુલમાં હનુમાનજીની મુર્તિ વર્ષોથી બિરાજમાન કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના ઓ દ્વારા નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે. દરમિયાન આજે હનુમાન જયંતિ હોય હનુમાનજી રામજીના પરમ ભક્ત હોવાથી આદરણીય વડાપ્રધાન મોદીના નેતુત્વ હેઠળ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે આ નિર્માણ કાર્યને સહયોગ આપવા માટે ભગવાન રામના પત્રો લખીને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ચરણોમાં સમર્પિત કરવાનો અદભુત વિચાર આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે ભક્તિભાવના કેળવાય તે માટે તેમના તથા તેમના વાલીઓના હસ્તે ભગવાન રામના નામના ચિત્રો સાથે પત્રો લખીને તૈયાર કરવામાં આવ્યા હતા. આ રીતે ૩૫૦૦ રામ નામના પત્રો તૈયાર કરીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ધ રેકોર્ડમાં નામ નોંધાવીને આ રેકોર્ડ કાયમ કરવામાં આવ્યો છે અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ધ રેકોર્ડ સંસ્થા દ્વારા આ રેકોર્ડ સર્જાયાનું પ્રમાણ પત્ર નવયુગ ગ્રુપને એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારે નવયુગ ગ્રુપ દ્વારા તૈયાર કરેલા રામ નામના પત્રો હવે અયોધ્યા મોકલાશે.

Related posts

*HELLO MORBI:મોરબી વિસિપરા મા આવેલ હનુમાનજી ના મંદિર રીનોવેસ મા સહભાગી થયેલ નો આભાર વ્યક્ત કરતા:મેહુલ ડોડીયા*

Hello Morbi

*એમ.આઈ.એમ.આઈ.એમ.પાર્ટીની માંગરોળ ખાતેની ઓફીસે જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લા ના ખલીફા સમાજ ના આગેવાનો આભાર વ્યકત કરવા પહોંચ્યા.*

Hello Morbi

*HELLO MORBI:સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીર વયની દિકરી ના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment