• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ની ચોરીના ગુન્હામા આઠ માસ થી નાસતો ફરતો* *આરોપી પકડી પાડતી* *મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ની ચોરીના ગુન્હામા આઠ માસ થી નાસતો ફરતો આરોપી પકડી પાડતી
મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય
જેમા ગઇ તા.૩૦-૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રીના મોરબી શનળારોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “ બજરંગ સેલ્સ એજન્સી ” નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાન માંથી પનબીડી,સીગારેટ,ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વિગેરે મળી કુલ રૂ. ૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી થયા અંગેની ફરીયાદ શ્રી અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૩૨૨૧૩૧૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો રજી થયેલ હોય જેમા કુલ-૫ (પાંચ) આરોપીઓની અગાઉ ધરપકડ થયેલ હોય તે ગુન્હામા નીચે જણાવેલ આરોપી છેલ્લા આઠ માસથી નાસતો ફરતો હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઇ ગરીયા નાઓને હયુમન સોર્સીસ તથા ટેકનીલ આધારે બાતમી મળેલ કે નાસતો ફરતો આરોપી સુરતના વરાછા ખાતે હોય જે હકિકત આધારે સુરત વરાછા વિસ્તારમાથી હસ્તગત કરી આગળ ની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) રાજદીપસિંહ દિગ્વીજયસિંહ જાડેજા જાતે.દરબાર ઉ.વ.૨૮ રહે.ભાવનગર ભરતનગર બસસ્ટેન્ડ નં.૩ સરકારી આવાસ નવા ત્રણ માળીયા બ્લોકનં.૧૯(બી) રૂમનં.૩૩૬૪
ગુનાહિત ઇતીહાસઃ-
(૧)પ્ર.નગર પો.સ્ટે ગુ.ર.નં.૦૨૧૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯ (૨)કુવાડવા પો.સ્ટે ગુ.ર.નં.૦૦૭૯/૨૦૨૨ ઇ.પીકો કલમ.૩૮૦,૪૫૭

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા સાતેક માથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી મોરબી એસ.ઓ.જી/સાયબર ક્રાઇમ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયાના રઘુવંશી સમાજના અગ્રણી અને સલાયા શહેર ભાજપ પ્રમુખ ચિરાગભાઈ તન્ના(લાલજીભાઈ ભૂવા)નો આજે જન્મ દિવસ*

editor

*HELLO MORBI NEWS:નવયુગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો*

editor

Leave a Comment