• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકાની નંદીઘર ની જગ્યા કોઈ ભૂ માફિયા કે રાજકીય વ્યક્તિ પોતાના કબજા માં લઇ લે તે પહેલા મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે બગીચો,અથવા સોલાર પ્લાન બનાવો કોગ્રેસ*

*મોરબી નગરપાલિકા ની નદિઘર ની જગ્યા કોઈ ભૂ માફિયા કે રાજકીય વ્યક્તિ પોતા ના કબજા માં લઇ લે તે પહેલા મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે બગીચો બનાવો*અથવા સોલાર પ્લાન . કોગ્રેસ*
———————————————-
*મોરબી નગરપાલિકા એ એ ગ્રેડ ની નગરપાલિકા કહેવાય છે પરંતુ પ્રજા ને સુવિધા ના નામે ડી ગ્રેડ ની પાલિકા જેવી સુવિધા મળે છે*
*શહેર ની પ્રજા પાલિકા ને ટેક્ષ નિયમિત ભરે છે કારણ કે પ્રજા ને જોયતી પ્રાથમિક સુવિધા હરવા ફરવા બાગ બગીચા નગરપાલિકા આપે પણ આ તો મોરબી ની નગરપાલિકા છે સુવિધા આપવામાં માં સરેઆમ નિષ્ફળ ગયેલ છે*
*હાલ શહેર માં નગરપાલિકા સંચાલિત બાગ બગીચા છે પણ બાગ બગીચા માં ફરવા જવાય એવા એક પણ બગીચા નથી માટે શહેર ના નાગરિકો ને પ્રાઇવેટ રિસોર્ટ માં જવું પડે છે અને આર્થિક રીતે પણ સહન કરવું પડે છે મોરબી નગરપાલિકા ને લોકો ને હરવા ફરવા અને મનોરંજન માટે સુવિધા આપવા માટે મનોરંજન હેડ હેઠળ ગ્રાન્ટ મળે છે સાથે પ્રજા ટેક્ષ ના પેસા પણ ભરે છે તો મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે સારો બગીચો હોવો પણ જરૂરી છે ત્યારે પાલિકા પાસે જમીન પણ પંચાસર રોડ પર નદીઘર બનાવેલ તે વિશાળ જગ્યા પણ છે ત્યારે આ જગ્યા માં બગીચો બનાવી પ્રજા ને મનોરંજન મળે તે કરવું જરૂરી છે*
*કારણ કે આ જગ્યા ઉપર ભુ માફિયા અને રાજકીય વ્યક્તિ નો ડોળો હોય ને કોઈ પણ ભોગે આ જગ્યા પોતા ના કબજા માં લઇ લેવી છે ક્રિકેટ એકડેમી ના નામે કે કોઈ ટ્રસ્ટ ના નામે આ કીમતી જમીન પોતા ના કબજા માં લેવા ના પેતરા કાવતરા ચાલી રહીયા છે તેવું લોકો ના મુખે ચર્ચા થઈ રહેલ છે યુવાનો માટે ક્રિકેટ માટે સામે કાઠે મેદાન છે જ અને જાણવા પ્રમાણે આ ક્રિકેટ એકડમી માં ઘર ઘર ના પ્રમુખ અને ઘર ના જ સભ્ય હોય તેવી પણ ચર્ચા લોકો કરી રહિયા છે ત્યારે મોરબી નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર ને નમ્ર વિનતી છે કે આ પંચાસર રોડ પર આવેલ નદિઘર ની ખાલી પડેલ જગ્યા ઉપર મોરબીની પ્રજા ને હરવા ફરવા માટે એક સારો બગીચો બનાવવા માં આવે તેમ મોરબી ની પ્રજા ઇરછી રહેલ છે અને નદીઘર ની ખાલી પડેલ જગ્યા વિશાળ હોય ને તેથી બગીચા સાથે સોલાર પેનલ પ્લાન બનાવવા માં આવે. જેથી મોરબી નગરપાલિકા ઉપર લાઈટ બિલ નો બોઝ પડે છે તે પણ ઓછો કરી શકાય તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ. રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*

Related posts

*HELLO MORBI: જોડીયા બાર એસોસિએશન ના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:દસનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન: તારીખ ૨૩-૨-૨૦૨૫ ને રવિવારના રોજ મોરબી ખાતે યોજાશે*

editor

*HELLO MORBI:વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ શ્રી રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો*

editor

Leave a Comment