• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ પર 77 માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી*

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ પર 77 માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી.

આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસ આઝાદીના રંગે રંગાઈ ગયા. “મેરી મિટ્ટી મેરા દેશ” ની થીમ પર સ્વતંત્રતા પર્વની જોશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન કાર્યક્રમોની ઉજવણીમાં સરહદ અને શહેરમાં પોતાની સેવા આપનાર ઝાંબાજ વીર જવાન એક્સ.આર્મીમેન શ્રી મજબૂતસિંહ ઝાલા, એક્સ.આર્મીમેન શ્રી નરેશભાઇ મારવાણીયા તથા શહેર ટ્રાફિક એ.એસ.આઈ. શ્રી દેવજીભાઇ બાવરવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.

ધ્વજવંદનની સાથે દરેક કેમ્પસમાં NCC ની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ દ્વારા પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. દેશભકિતથી ઓતપ્રોત વાતાવરણમાં કે.જી.થી કોલેજ સુધીના વિધાર્થીઓ દ્વારા સમૂહગાન, લોકગીત, ડ્રામા, ડાન્સ, લેઝીમ, ડંબેલ્સ, તલવાર રાસ,વકતૃત્વ,પિરામિડ,સલાડ ડેકોરેશન, મહેંદી સ્પર્ધા, સ્ક્રેચ એન્ડ પેઈન્ટીંગ, ક્રાફ્ટ વર્ક, બેસ્ટ માંથી બેસ્ટ તથા ક્વિઝ એક મિનિટ, રમતગમત જેવાં કાર્યક્રમો થયા.

બધા કાર્યક્રમો સરકારની ગાઈડલાઇન મુજબ ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસાહેબ તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્યક્ત કરેલ તથા ઉત્સાહ વધારેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા એ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

*ગુજરાત માં કોવિડ 19 સામેના વેક્સિન ની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ સી એમ રૂપાણી*

Hello Morbi

*HELLO MORBI: કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શેખપાટ, જાંબુડા અને ખીજડીયા ગામે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું*

Hello Morbi

*HELLO MORBI H.S.Cરીઝલ્ટ-2023* *સાયન્સ અને ધો.10 બાદ 12 કોમર્સ ના રિઝલ્ટમાં ફરી એકવાર નવયુગની સિંહ ગર્જના*

editor

Leave a Comment