• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય નુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શનીવારે ઉદઘાટન.*

*મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય નુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શનીવારે ઉદઘાટન.*

*સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં હનુમાનચાલીસા ના પાઠ તથા દીપપ્રાગટ્ય દ્વારા સર્વ હિન્દુ સંગઠન દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવા માં આવશે.*

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ અનેરૂ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમી ના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ કાર્યક્રમો યોજાશે ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ના મધ્યસ્થ કાર્યાલય નુ શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ઉદઘાટન તા. ૧૯-૮-૨૦૨૩ શનીવાર ના રોજ સાંજે ૭ કલાકે સંતો મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં હનુમાન ચાલીસા ના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યાલય નો શુભારંભ કરવા માં આવશે. ઉદઘાટન સમારોહ માં *પ.પૂ.ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), પ.પૂ. ગાંડુભગત (મચ્છુ માં ની જગ્યા), પ.પૂ. નાગરાજબાપુ (નકલંક ધામ- જાજાસર), પ.પૂ. દેવરામબાપુ (જલારામ મંદિર), પ.પૂ. ભુષણજી મહારાજ (રામજી મંદિર), પ.પૂ. હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર)* સહીત નાં સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. મોરબી ના સર્વ હિન્દુ સંગઠન ના અગ્રણીઓને મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.

લી.
સર્વ હિન્દુ સંગઠન
મોરબી.

Related posts

*હડીયાણા ની કુમારિકા ઑ એ કર્યું પ્રથમ વખત મતદાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 🏥આયુષ હોસ્પિટલ – મોરબીમાં દરેક બીમારીનું સચોટ સમાધાન!*

editor

*ગીર સોમનાથ ના ક્રાઇમ બ્રાન્ચ ના હેડ કોન્સ્ટેબલ શૈલેશ ડોડીયા ને સન્માનિત કરતા જિલ્લા વડા મનોહર સિંહ જાડેજા*

Hello Morbi

Leave a Comment