• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીરબાળાનું અપહરણ કરી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીરબાળાનું અપહરણ કરી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ

મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધીક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની નાઓની સુચના મુજબ મહિલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવોમાં સંવેદનશીલ રહી તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવેલ હોય અને શ્રી નાયબ પોલીસ અધીક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ સત્વરે આરોપીને પકડી લાવવા સુચના કરેલ હોય જેથી ઉપરોક્ત ગુનાના કામના આરોપી રાજુભાઈ ઉકારભાઈ અનુ.જનજાતિ રહે.ગરબડી તા.ધાનપુર જી.મોરબી વાળો જે આ કામે ભોગબનનારને ઉ.વ.૧૪ વર્ષ ૮ માસ વાળીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે આ કામના ફરીયાદી શ્રીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ જતા આ કામના આરોપી વિરૂધ્ધમાં ફરીયાદીશ્રીએ તા.૧૧/૦૭/૨૦૨૩ ના કલાક ૨૦/૧૫ વાગ્યે હળવદ પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ
આ કામના આરોપી ભોગબનનાર સગીરવયની હોવાનુ જાણતો હોવા છતા અપહરણ કરી લઈ ગયેલ હોય અને આ કામના આરોપીની ખુબ જ ખંતથી તેમજ ટેકનિકલ સોસ મારફતે ઝીણવટ પુર્વક તપાસ કરતા આ કામનો આરોપી ગોધરા બસ સ્ટેન્ડમાંના આજુબાજુના વિસ્તારમાં હોવાનુ જણાય આવતા તાત્કાલીક એક ટીમ તૈયાર કરી અત્રેથી રવાના કરીને આ કામના આરોપીની ગોધરા ખાતે જઈ તપાસ કરતા આ કામનો આરોપી તથા ભોગબનનાર મળી આવતા આરોપી તથા ભોગબનનાર હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને ભોગબનનારને તેના માતા પિતાને સોપી આપેલ છે તેમજ ગુનાના કામનો આરોપી રાજુભાઈ ઉકારભાઈ સંગોડ જાતે અનુ.જનજાતી ઉ.વ.૩૩ રહે.ખલતા ગરબડી, ગરબડી ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ વાળાને તા.૨૫/૦૮/૨૦૨૩ ના કલાક ૨૧/૦૦ વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ અને આરોપીને સ્પેશીયલ પોક્સો કોર્ટ મોરબી ખાતે આરોપીના રીમાન્ડની માંગણી કરતા આરોપીના રીમાન્ડ મંજુર થતા અને હાલે આ ગુનાની તપાસ તજવીજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી કે.એમ.છાસીયા સંભાળી રહેલ છે.
તા-૨૬/૦૮/૨૦૨૩
અટક કરેલ આરોપી
(૧) રાજુભાઈ ઉકારભાઈ સંગોડ જાતે અનુ.જનજાતિ ઉ.વ.૩૩ રહે.ખલતા ગરબડી,ગરબડી ફળીયુ તા.ધાનપુર જી.દાહોડ
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) કે.એમ.છાસીયા પોલીસ ઈન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન (૨) કે.એમ.બાવળીયા એ.એસ.આઈ.હળવદ પોલીસ સ્ટેશન
(૨) રમેશભાઈ મહાદેવભાઈ ગોહીલ એ.એસ.આઈ. હળવદ પોલીસ સ્ટેશન
(૩) કિશોરભાઈ સોલગામા પો.હેડ.કોન્સ હળવદ પોલીસ સ્ટેશન (૪) પ્રફુલભાઈ હરખાભાઈ અનાર્મ પો.કોન્સ હળવદ પોલીસ સ્ટેશન
(૫) ગંભિરસિંહ વાઘજીભાઈ અનાર્મ પો.કોન્સ હળવદ પોલીસ સ્ટેશન
(૬) નિજુબેન કિશોરભાઈ વુ.પો.કોન્સ હળવદ પોલીસ સ્ટેશન

Related posts

*HELLO MORBI NEWS:જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું*

editor

*ટંકારા તાલુકાના સાવડી ગામે 14 વર્ષ ની માલધારી સમાજ ની દીકરી સાથે બનેલી દુષ્કર્મ ની ઘટના બાબતે સામાજિક એકતા જાગૃતિ મિશનની ટીમે મુલાકાત કરી*

Hello Morbi

*HELLO MORBI:સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*

editor

Leave a Comment