• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:થરા જલારામ સત્સંગ મંડળના ભકતોએ રામધામ વાંકાનેરની લીધી મુલાકાત*

થરા જલારામ સત્સંગ મંડળના ભકતોએ રામધામ વાંકાનેરની લીધી મુલાકાત
છેલ્લા પંદર વર્ષથી કાંકરેજ તાલુકાના હ્દયસમા થરા નગરમાં દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ભજનમાં થતી તમામ આવક શ્રી જલારામ મંદિર થરા સંચાલિત અન્નક્ષેત્રમાં વપરાય છે.શ્રી જલારામ સત્સંગ મંડળ થરાના 60 જેટલા જલારામ ભકતોએ તાજેતરમાં વીરપુર જલીયાણ ધામની યાત્રા કરી હતી.ચોટીલા જલીયાણ ધામ દર્શન કરી સૌ ભકતોએ 24 એકરમાં નિર્માણ પામનાર વાંકાનેર-જાલીડા રામધામની મુલાકાત લીધી હતી.
રામધામ ખાતે સંસ્થાના અગ્રણી વિનુભાઈ કટારીયાએ સૌનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું.ડીસા જલારામ સત્સંગ મંડળના સ્થાપક-સંચાલક ભગવાનભાઈ બંધુએ થરા,ડીસા,ધાનેરા,દિયોદર,ભીલડી જલારામ સત્સંગ મંડળો દ્રારા થતી કામગીરીની વિગતો આપી હતી તેમજ થરા જલારામ સત્સંગ મંડળની સરાહના કરી હતી.
રામધામના શ્રી વિનુભાઈ કટારીયાએ 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રામધામ સહિત આરોગ્ય,શિક્ષણ તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓનો વિગતવાર અહેવાલ આપી ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીની મક્કમ પ્રતિજ્ઞાનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.
થરા જલારામ સત્સંગ મંડળ વતી સર્વ ભગવાનભાઈ બંધુ,વિજયભાઈ ઠક્કર (ટેસ્ટીવાળા),નિરંજનભાઈ એ.ઠક્કર,રાજુભાઈ કોટક (લાટીવાળા),ભરતભાઈ હાલાણી,ધીરૂભાઈ ઠકકર,ઘનશ્યામભાઈ,રાજુભાઈ પટેલ,દિલીપભાઈ ઠકકર,મનોજભાઈ ઠકકર સહિત સૌએ રામધામની કામગીરીથી અત્યંત રાજીપો વ્યક્ત કરી ભાવસભર આવકાર બદલ વિનુભાઈ કટારીયા પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.સૌએ સાથે મળી રૂપિયા 18700 (અઠાર હજાર સાતસો) નું યોગદાન અર્પણ કર્યું હતું.સૌ માટે ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.સમગ્ર ગુજરાત,ભારત કે વિશ્ર્વમાંથી સૌરાષ્ટ્રમાં અવારનવાર પધારતા રઘુવંશીઓ અચૂક રામધામની મુલાકાત લે તેવું ભગવાનભાઈ બંધુ તેમજ વિનુભાઈ કટારીયાએ જણાવ્યું હતું.

Related posts

*HELLO MORBI:પિયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ*

editor

*HELLO MORBI:બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા ડીસા નગર તેમજ ડીસા તાલુકાની તમામ સંસ્થાઓની બનનાર પ્રેરણાદાયી ડિરેક્ટરી*

editor

*કોડીનાર તાલુકાના જાંબાજ પત્રકાર શબ્બીર ભાઈ સેલોત નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment