• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પીપળીયા ચાર રસ્તાથી આગળ નિરૂબેનનગર ગામના ગેઇટ પાસે રોડ ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

માળીયા (મી) વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તાથી આગળ નિરૂબેનનગર ગામના ગેઇટ પાસે રોડ ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૧૨/૦૯/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પોલીસ કોન્સ. આશીફભાઇ રહીમભાઇ તથા ભાવેશભાઇ માવાભાઇ મિયાત્રાને બાતમી મળેલ કે, એક ઇસમ જેને શરીરે કાળા કલરનુ ટી-શર્ટ તથા રાખોડી કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે અને હાલે આ ઇસમ નિરૂબેનનગર ગામના ગેટ પાસે રોડની બાજુમાં ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તેવી બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-
સમીર હનીફભાઇ મોવર જાતે મીયાણા ઉવ.૨૪ ધંધો ખેતી રહે.અંજીયાસર તા.માળીયા (મી) જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત :- ગે.કા.દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા અંકુરભાઇ ચાંચુ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બ્રહ્માકુમારીના બહેનો દ્વારા મોરબી એસટીડેપોના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક, ભાઈઓને રક્ષાબંધન કરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ*

editor

*પંજાબના પરિણામને લઇને કોંગ્રેસ કાર્યકરો ગેલમાં જોડીયા ની બાલંભા તાલુકા પંચાયત ની બેઠક પર કોંગ્રેસને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા મતદારોના કોલ*

Hello Morbi

*શાપુરજી પાલોનજી કંપની સીમર પોર્ટ પ્રા.લી. દૂારા ખેડુત ખાતેદારો સાથે થયેલ છંતરપીડીની તપાસ થવા અને ખેડુત ખાતેદારોને ન્યાય આપવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment