
*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ મહિલા અગ્રણી ગૌ.વા.માલાબેન જીતેન્દ્રભાઈ (R.K.) કક્કડ ની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી લોહાણા સમાજ ના મહિલા અગ્રણી ગૌ.વા.માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ ની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિતે તેમના દિવ્ય તેમજ પવિત્ર અત્મા નાં શાંતિ અર્થે જીતેન્દ્ર ભાઈ કક્કડ (R.K.), અર્જુનભાઈ કક્કડ, લખનભાઈ કક્કડ સહીતના પરિવારજનો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નૈમિષભાઈ પંડિત, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત,કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ,ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.


