• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આદર્શ નિવાસી કુમાર શાળા-રફાળેશ્વર ખાતે ‘અમૃત કળશ યાત્રા’ની ઉજવણી કરાઈ*

હાલ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારધીના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે ‘અમૃત કળશ યાત્રા’ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રફાળેશ્વરની આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી જયેશભાઈ રાઠોડ, તુલસીભાઈ, સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન શ્રીમતિ હંસાબેન સોલંકી, જાંબુડીયા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી, સામાજિક અગ્રણીશ્રી સુખાભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લાના બક્ષિપંચ સમાજનાં આગેવાનો, ગ્રામજનો, વાલીઓ તેમજ છાત્રાલયના છાત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) શ્રી એલ.વી.લાવડીયા દ્વારા કરવામાં આવેલ હતુ.

Related posts

*મોરબી જિલ્લા ક્રિકેટ એસો. 4 ઓગસ્ટે અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરશે*

Hello Morbi

*મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠક્કર ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

Hello Morbi

Leave a Comment