• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના અને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રૂ.-૧૬,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી, રાજકોટ વીભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ પ્રોહી. જુગારની પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તેવી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા સી.પી.આઇ.શ્રી,વાંકાનેર શ્રી વી.પી.ગોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા અનાર્મ લોકરક્ષક અજયસિંહ ઝાલા નાઓને સંયુક્ત રાહે મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના રાતાવરીડા ગામે આરોપી હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા ના રહેણાંક મકાનમાં ગંજીપતાનાં પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૬,૦૫૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમને જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપીઓના નામ
(૧) હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી
૨) ચંદુભાઇ સોમાભાઇ ઉકેડીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી (૩) મહેશભાઇ જીણાભાઇ મેરજીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી
(૪) બળદેવભાઇ હેમુભાઇ ઉકેડીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી
(૫) દેવાભાઇ રામસંગભાઇ રીબડીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ગંજીપત્તાના પાના નંગ-પર (૨) રોકડા રૂપીયા-૧૬,૦૫૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા તથા રવીભાઇ કલોત્રા તથા વીજયભાઇ ડાંગર તથા સહદેવસિંહ રાઠોડ તથા અનાર્મ લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:રાજકોટમાં કુરેશી સાદીયા પ્રથમ નંબરે અને અરફા કુરેશી ત્રીજા નંબરે સ્થાને સમાજનું અને શાળાનું ગૌરવ બની*

editor

*HELLO MORBI: આગામી ૭ જન્યુઆરીના રોજ યોજાશેજિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા*

editor

*ટંકારામાં ગ્રામ પંચાયતની હદમાં ભૂગર્ભ ગટર ની કામગીરી નું ખાતમુરત કરાયું*

Hello Morbi

Leave a Comment