• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ખાતે ૧૬ મી ડિસેમ્બરના રોજઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૬-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ પાલનપુર ખાતે યોજાયો વાર્તા ઓરિએન્ટ કાર્યક્રમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયાના બાલંભા ગામ ખાતે આરએસએસ શાખા દ્વારા વિશાળ હિન્દુ સંમેલન યોજાયું*

editor

*HELLO MORBI: ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

Leave a Comment