• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું*

દેશની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લી હરોળમાં રહેલા વંચિત લોકો સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે મોરબીના શક્તિનગર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો.

આ પ્રસંગે મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ. ડાંગરે જણાવ્યું હતું કે, ગામડે ગામડે લોકો સરકારી યોજનાઓથી વાકેફ બને અને કોઈ પણ આ યોજનાના લાભોથી વંચિત ન રહે તેવા હેતુથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશ અને રાજ્યની સાથે પણ મોરબી જિલ્લામાં પણ યોજનાઓના માપદંડ અનુસાર લોકોને યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ કોઈ વ્યક્તિ યોજનાના લાભોથી વંચિત રહી ન જાય તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શક્તિનગર ગામના ભાગોળે આવેલા ખેતરે જઈને ડ્રોન વડે દવાનો છંટકાવ કરી ખેડૂતોને લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ. ડાંગર, સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી વિજય ભોરણીયા, ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ શક્તિનગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

*HELLO MORBI:તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જાંબુડા, અલિયા તથા બાળા ખાતે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૧૮ જૂનથી હાથ ધરાશે*

editor

Leave a Comment