• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના રફાળેશ્વર જી.આઇ.ડી.સી. માં ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના રફાળેશ્વર જી.આઇ.ડી.સી. માં ચોરી થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય શંકાસ્પદ મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૨૨૬૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ ગુન્હો દાખલ થયેલ હોય અને સદરહું ગુન્હાના કામે ચોરીમાં ગયેલ ગેસના સિલીન્ડર નંગ-૦૩ કિં.રૂ.૭૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૪૬૦૦/- મળી ફૂલ રૂ.૧૨,૧૦૦/- નો મુદ્દામાલ ચોરી થયેલ હોય જેથી સદરહું ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમ બાબતે અલગ-અલગ ટીમો બનાવી વોચ તપાસ હતા.
દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા નાઓ પોલીસ સ્ટાફ સાથે વોચ તપાસમાં રહી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક મો.સા. રજી.નં. GJ-03-CQ-3014 વાળાનો ચાલક પોતાના કબ્જા ભોગવટાવાળા મો.સા. માં બંને સાઇડ એક-એક તથા પાછળ સીટ ઉપર એક એમ કૂલ-૦૩ સિલીન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં નીકળતા જેની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા સાથેના પોલીસ કોન્સ. વાસુદેવભાઇ સોનગ્રા નાઓએ મો.સા.ના ઓર્નર તથા ગુન્હાહિત ઇતિહાસ બાબતે પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા મો.સા.ના ઓર્નર માવજીભાઇ મનજીભાઇ જાદવ વાળા હોય મજકૂર ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત ગુન્હાની કબુલાત આપતા ઉપરોકત ગુન્હાનો તમામ મુદ્દામાલ કબ્જે કરેલ છે. તેમજ મજકૂર ઇસમ પાસેથી ઉપરોકત ગુન્હાના મુદ્દામાલ સિવાય પણ અન્ય શંકાસ્પદ ચીજવસ્તુ મોબાઇલ ફોન નંગ-૦૬ કિં.રૂ.૧૦,૫૦૦/- તથા એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-03-CQ-3014 કિં.રૂ.૨૦,૦૦૦/- મળી કૂલ રૂ.૩૦,૫૦૦/- નો ઉપરોકત ગુન્હા સિવાયનો મુદ્દામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકૂર ઇસમને ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર અટક કરી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :- અશોકભાઇ ગાંડાભાઈ ઉધરેજા / કોળી ઉ.વ.૩૨, રહે. વઘાસીયા, તા.વાંકાનેર, જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :-
1) અલગ-અલગ કંપનીના ગેસના ખાલી સિલીન્ડર નંગ-૦૩ કિ.રૂ.૭૫૦૦/-
2) રોકડ રકમ રૂ.૪૬૦૦/- મળી રૂ.૧૨,૧૦૦ ( ઉપરોકત ગુન્હાનો મુદ્દામાલ )
3) જુદી-જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૬ કિં.રૂ.૧૦,૫૦૦/-
4) હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-03-CQ-3014 કિં.રૂ.૨૦,૦૦૦/- મળી રૂ.૩૦,૫૦૦/- ( શંકાસ્પદ મુદ્દામાલ ) ફૂલ રૂ.૪૨,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા
તથા એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અશ્વિનભાઇ ઝાપડીયા તથા મહેશભાઇ કહાંગરા તથા જયેશકુમાર ચાવડા તથા પોલીસ કોન્સ. વાસુદેવભાઇ સોનગ્રા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા ચતુરભાઇ પરમાર તથા યુવરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ જામકીયા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: રાજકોટમાં ખ્વાજા ગરીબ નવાજ ના છઠ્ઠી શરીફ મુબારક નિમિત્તે એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે*

editor

*એસ.એમ.એસ. તથા સોશિયલ મીડિયામાં આચારસંહિતાનાભંગ બાબતેની ફરિયાદો ૯૯૭૯૯૨૭૨૮૨ નંબર પર નોંધાવવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર* *દમ મદાર બેડા પાર દમ મદાર બેડા પર દમ મદાર બેડા પાર*

editor

Leave a Comment