• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બનાસકાંઠા જિલ્લા મહિલા ભાજપના ઉપપ્રમુખ તરીકે ડીસાનાં પૂજાબેન ઠકકરની વરણી થતાં કરાયું શાનદાર સન્માન*

બનાસકાંઠા જિલ્લા મહિલા ભાજપના ઉપપ્રમુખ તરીકે ડીસાનાં પૂજાબેન ઠકકરની વરણી થતાં કરાયું શાનદાર સન્માન
બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલાના માર્ગદર્શનથી જિલ્લા મહિલા ભાજપનાં પ્રમુખ શ્રીમતી ભીખીબેન વોરાએ તેમની સમગ્ર ટીમ જાહેર કરી હતી.જિલ્લા મહિલા ભાજપની આ ટીમમાં ડીસાનાં કર્મઠ કાર્યકર્તા તેમજ ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસાનાં જાગૃત પ્રમુખ શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠકકરની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.
પૂજાબેન ઠકકર જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનાં નિયમિત સભ્ય છે.પૂજાબેનને જિલ્લા ભાજપ દ્રારા ખૂબ જ મહત્વની જવાબદારી સોંપાતાં ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસાની સક્રિય બહેનો સર્વ બીનાબેન,જ્યોતિબેન આર.,નીરૂબેન,હંસાબેન,ભારતીબેન,ચારૂબેન,શિલ્પાબેન,
,જ્યોત્સ્નાબેન, ફાલ્ગુનીબેન,હીનાબેન વકીલ,વર્ષાબેન,જ્યોતિબેન વી.,સરોજબેન,મીનાબેન,અંજુબેન,માનસીબેન,રીપલબેન,પાયલબેન,વિશ્ર્વાબેન,નીતાબેન,રીટાબેન,ભૂમિબેન,હેતલબેન,સ્વાતીબેન સહિતની બહેનોએ તેમના નિવાસસ્થાને જઈ ફૂલછડી,સાલ તેમજ જલારામ દર્શન ગ્રંથથી શાનદાર સન્માન કરી અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ પાઠવી આર્શીવાદ આપ્યા હતા.
આ દિવ્ય અવસરે સમાજના સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠક્કર,આત્મારામભાઈ ઓઢાવાળા,દીલીપભાઈ રતાણી,દિનેશભાઇ ચોકસી,નરેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,પ્રકાશભાઈ મજેઠીયા,વિષ્ણુભાઈ સી.ઠકકર,અનીલભાઈ,લાલાભાઈ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી પૂજાબેનનું સન્માન કરી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
સન્માનના પ્રત્યુતરમાં કલ્પેશભાઈ જેઠાલાલ ઠકકર-લાલાભાઈ તેમજ પૂજાબેને સૌનો આભાર માની ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ સતત સહકાર આપવા સૌને વિનંતિ કરી હતી.
ખૂબ જ આનંદ,ઉત્સાહ,ગર્વ સાથે યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈએ ભાજપનો આભાર માની માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્ર્વગુરૂ બને તેવી લાગણી સાથે જય શ્રીરામનો જય જયકાર કર્યો હતો.
પૂજાબેન ઠકકરની જિલ્લા મહિલા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે વરણી થતાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રઘુવંશી લોહાણા સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તાલુકા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક*

editor

*HELLO MORBI:નીલકંઠ સ્કૂલ-મોરબી ખાતે 15 મી ઓગષ્ટ ના સ્વાતંત્ર્ય પર્વ નિમિતે બે દિવસીય ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો*

editor

Leave a Comment