• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો*

*હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો*

 

*લોક કલાકાર શ્રી ધીરૂભા ભૂરાભા ગઢવીના લોકડાયરાનો ગ્રામજનોએ આસ્વાદ માણ્યો*

*‘સેવા સેતુ’, ‘એક પેડ માં કે નામ’ વિવિધ કાર્યક્રમોની લોકગીતો સાથે લોકોને માહિતી અપાઈ*

*મોરબી, તા.૨૮ ઓક્ટોબર,*

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.

હળવદ તાલુકાના રાતાભે ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, સેવા સેતુ અને એક પેડ માં કે નામ વિશે લોકોને માહિતગાર કરાયા હતા.

આ ઉપરાંત રણમલપુર ગામમાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતોનો ગ્રામ સરપંચશ્રી, ૨૦૦ થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો.

તેમજ કાર્યક્રમના અંતે લોક કલાકાર શ્રી ધીરૂભા ભૂરાભા ગઢવીને રાતાભે ગ્રામ પંચાયત અને રણમલપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI:શાબાશ મોરબી ક્રાઈમ બ્રાન્ચ:થર્ટી ફર્સ્ટ ની ઉજવણી થાયતે પહેલાં જ પંજાબ થી મુન્દ્રા (કરછ) ચોખા ભરેલા ટ્રકની આડ માં છુપાવી ને લઈજવાતો રૂ.૩૩.૧૩ લાખનો દારૂ માળિયા નજીક આંતરી ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ કરાયો*

editor

*HELLO MORBI NEWS: સૂફી સંત શ્રી શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ડાડાને ચાદર ચડાવાશે*

editor

Leave a Comment