• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે મોરબી જિલ્લા પંચાયત ખાતે ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરાયો*

પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે. જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર’ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ, મોરબી ખાતે મોરબી ૦જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ વેચાણ કેન્દ્ર અઠવાડીયામાં દર ગુરુવારે એક દિવસ ઉભું કરવામાં આવશે. આ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર મોરબી જિલ્લાના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉત્પન્ન કરેલ શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો વિગેરે પેદાશોનું સીધુ વેચાણ કરી શકે તેના માટે શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાંચ તાલુકામાં તાલુકા મથકોએ પણ આ પ્રકારના વેચાણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ વેચાણ કેંદ્રનો નાગરિકોને લાભ લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આવેલ ખેડૂતની મુલાકાત કરી તેમજ ખેડૂતોને પોત્સાહિત કરવા માટે ફળ, શાકભાજી અને કઠોળની ખરીદી કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર દ્વારા શ્રી રામ મંદિર-અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ૫૧૦૦ પેકેટ પ્રસાદ વિતરણ કરવા માં આવશે.*

editor

*પડધરી વિસ્તાર ના ધારાસભ્ય ને રજૂઆત કરતા મહિપાલ સિંહ જાડેજા*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ભાજપના ઉમેદવાર દુલ્લભજીભાઈ દેથરીયા ને વિજય અપાવવા માલધારી સમાજ મેદાને: અમિતભાઈ રબારી સહિતના 100 માલધારી આગેવાનો ભાજપમાં જોડાયા*

Hello Morbi

Leave a Comment