• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય – મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે SCIENCE FAIR દ્વારા ઉજવણી કરવામાં આવી.*

*નવયુગ વિદ્યાલય – મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે SCIENCE FAIR દ્વારા ઉજવણી કરવામાં આવી.*

*તા.28/02/24 ને બુધવારના રોજ નવયુગ વિદ્યાલય ખાતે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિન” નિમિતે બાળક સ્વાનુભવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે એ હેતુથી ધોરણ – 6 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 110 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને તેનું ભવિષ્ય પ્રદર્શન યોજેલ હતું. જેમા ટેકનોલોજીગત, સૌરમંડળ દર્શન, પ્રાકૃતિક ઊર્જા , આંકડાજ્ઞાન, સેન્સર ટેકનોલોજી જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ સાયન્સ ફેર સવારના 9.00 થી 4.30 વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેનો લાભ વિધાર્થીઓ, વાલીશ્રીઓ તેમજ સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ બહોળી સંખ્યામાં લીધો હતો.*

*નવયુગ ગ્રુપ ઓફ એજયુેશનના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ વિજ્ઞાન મેળાને પ્રદર્શન માટે ખુલ્લો મૂક્યો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.*

*તેની સાથે સાથે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મોતાસાહેબે તથા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઈ ભટ્ટે પણ મુલાકાત લઈ ને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.*

Related posts

*HELLO MORBI:મોરબીમાં રોડ-રસ્તા ઉપરના બે હજાર જેટલા કાયમી દબાણો હટાવવા પત્રકારની તાલુકા સંકલનમાં ઘા*

editor

*મોરબી કચ્છ સાંસદ વિનોદ ચાવડા ની વિકાસલક્ષી સરકાર સમક્ષ માર્ગને મંજૂરી આપવા માંગ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબીમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment