• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસાના જાહેર જીવનના રઘુવંશી લોહાણાઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*

ડીસાના જાહેર જીવનના રઘુવંશી લોહાણાઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન
ડીસા નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે પસંદગી પામેલ રવિભાઈ ઠકકર,વ્યવસાય વેરા સમિતિના ચેરમેન તરીકે પસંદગી પામેલ ગોવિંદભાઈ માખીજા,ડીસા શહેર ભાજપમાં મંત્રી તરીકે નિમણૂંક પામેલ ચેતનાબેન કાનાબાર,ડીસા શહેર યુવા ભાજપમાં મંત્રી તરીકે નિમણૂંક પામેલ અનિકેતભાઈ ઠકકર સહિત સૌ અગ્રણીઓ ડીસા જલારામ મંદિરે દર્શનાર્થે પધારતાં જય જલારામ ટ્રસ્ટ ડીસા તેમજ અખિલ રઘુવંશી લોહાણા સમાજ દ્રારા સૌનું ફૂલછડી તેમજ સાલથી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજ અગ્રણી ભગવાનભાઈ બંધુએ સૌનો પરિચય આપ્યા બાદ અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય,ડાયાભાઈ જોબનપુત્રા,દીલીપભાઈ વકીલ,પ્રહલાદભાઈ અંબાલાલ ઠક્કર,ધનજીભાઈ સોનઘેલા,દીલીપભાઈ રતાણી,દેવચંદભાઈ એન.ઠકકર,શારદાબેન આચાર્ય અંજુબેન કારિયા,આનંદભાઈ પી.ઠકકર,સરોજબેન રતાણી,ભાવેશભાઈ જોબનપુત્રા,પિયુષભાઈ ગટા,વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી સૌને વિશેષ પ્રગતિ તેમજ સારી નગરસેવા માટે આશીર્વાદ આપ્યા હતા.સિંધી લોહાણા પંચાયત ડીસા દ્રારા પણ સૌનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રેરણાદાયી અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શુભેચ્છક ગ્રુપના બળદેવભાઈ રાયકા તેમજ ચંદુભાઈ એટીડીએ ખાસ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
સન્માન બાદ સૌ પદાધિકારીઓએ પોતપોતાના વક્તવ્ય દ્રારા ડીસા નગરની શકય તેટલી વધારે સેવા કરવાની ખાત્રી આપી હતી.સૌએ જલારામ મંદિરે ગુરૂવારની મહાઆરતીમાં ભાગ લઈ પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લીધા હતા.સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન ગૌસેવક ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રવિરાજ ચોકડી નીચેથી એક ઈસમને દેશી તમંચો અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડતી મોરબી એસ ઓ જી ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:હળવદ તાલુકામાં મયુરનગર ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં તમામ ૧૧૦૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો*

editor

Leave a Comment