• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મુળ નવાગામ(લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ MBBS નો અભ્યાસ પૂર્ણ કરી MD (Medicine) માં અભ્યાસ કરી રહ્યા છે તેમણે તેમના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. તેઓ એ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફર ના સુપુત્ર ડો. પ્રિન્સ ફેફરે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

મુલાકાત:એઈમ્સની ટીમ રાજકોટની મુલાકાતે, રાજકોટ એઈમ્સના ઓફિસર સાથે બેઠક, આગામી સમયમાં વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરી

Hello Morbi

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે મીઠાના ઉદ્યોગકારોસાથે બેઠક યોજતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor

*મોરબી એસઓજી ની ટીમ દેશી પિસ્તોલ અને આઠ જીવતા કારતુ સાથે એક્સ ઈસમ ને ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment