
*મોરબી નગરપાલિકા માં નીતિ નિયમો*
*નેવે મુકી ગેર કાયદેસર રીતે અને ધારા સભ્ય ની ભલામણ થી કર્મચારી ની ભરતી થય* *રહેલ છે તે રદ કરી કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ ની માંગ*
………………………………………………..
*મોરબી શહેર ની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા માં હાલ વહીવટદાર નું શાસન ચાલી રહિયુ છે અને તેના પર મોરબી માળિયા ના ધારાસભ્ય ની પકડ છે તેમ તેઓ વારંવાર નિવેદન કરી ને ખુદ મોરબી ના ઘારાસભ્ય કહે છે*
*જાણવા મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકા એ તાજેતર માં આશરે 8થી 10 લોકો ની ભરતી કરેલ છે જેમાં તમામ નિયમ નેવે મૂકી ને કોઈ ની ભલામણ થી આ કર્મચારી ની ભરતી કરવા માં આવેલ છે તેવી નગરપાલિકા સ્ટાફ માંથી માહિતી મળેલ છે*
*આમ નગરપાલિકા ના વહીવટદાર મારફત કોઈ પણ જાહેરાત કે સરકાર ની મંજુરી વગર ભરતી કરવા માં આવી રહેલ છે તે કેટલી વ્યાજબી છે ના કોઈ કરાર કે ના કોઈ લાયકાત ફકત ને ફકત મોરબી ના ધારા સભ્ય ના કહેવાથી આવી ગેરકાયદેસર ભરતી કરી પ્રજા ના ટેકસ ના પૈસા નો ગેરઉપયોગ કરી નગરપાલિકા ઉપર આર્થિક ભારણ નાખવા માં આવું રહેલ છે તે કેટલી હદે વ્યાજબી છે*
*આ બાબત ગાંધીનગર શહેરી વિકાસ*
*સચિવ ને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવેલ છે કે નગરપાલિકા માં ચાલતા ગેરકાયદેસર ની ભરતી ને બંધ કરી જે લોકો ની કોઈ પણ જાહેરાત કે મંજુરી વગરકરેલભરતીકેન્સલકરીઆભરતીકરનારઅઘિકારી અને ભલામણ કરનાર ની પાસે થી* *ચૂકવાયેલપગાર ની રકમ વ્યાજ સહિત વસૂલ કરી દાખલ રૂપ કાર્યવાહી* *કરવા માં આવે અને નગરપાલિકા ના પરાણે બની બેઠેલા બોસ મોરબી માળિયા ના ધારાસભ્ય આ બાબતે પોતાના ની પ્રતિક્રિયા આપે અને*
*આવી ગેરકાયદેસર ભરતી કરેલ લોકો ને તાત્કાલિક અસર થી છુંટા કરવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર માં રજૂઆત કરે તેમ મોરબી શહેર કોંગ્રેસ નાપૂર્વપ્રમુખમહેશરાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*
