• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બૌધ્ધનગર, ફિલ્ટર હાઉસની બાજુમાં આવેલ રોડ ઉપર જાહેરમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી.પોલીસ*

બૌધ્ધનગર, ફિલ્ટર હાઉસની બાજુમાં આવેલ રોડ ઉપર જાહેરમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી.પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે અમો તથા અત્રેના પો.સ્ટે.નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. વિજયભાઇ મુળુભાઇ તથા પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા નાઓની ખાનગી હકીકતના આધારે બૌધ્ધનગર, ફિલ્ટર હાઉસની બાજુમાં આવેલ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાંથી મોરબી-૨ ખાતે રેઇડ કરી ફુલ-૨ આરોપીઓને ગજીપાનાના પતા નંગ-૫૨ તથા રોકડા રૂ.૧૩,૧૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.
પકડાયેલ આરોપી નામ
(૧) ભરતભાઇ બાબુભાઇ લાંબરીયા જાતે ભરવાડ ઉ.વ.૨૫ ધંધો રી.ડ્રા. રહે. પખાલી શેરી, ગઢની રાંગ, મોરબી-૧

(२) મેહુલભાઇ ત્રિભોવનભાઇ સનુરા જાતે કોળી ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે. ગાયત્રીનગર સોસાયટી મોરબી-૨
આ કામગીરીમા પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ ખટાણા, ભરતભાઇ જીલરીયા, ચંન્દ્રસિંહ પઢીયાર, રાજેશભાઇ ડાંગર, વિજયભાઇ ચાવડા, પો.કોન્સ. યોગેશદાન ગઢવી, ધર્મેન્દ્રભાઇ રાંકજા, શક્તિસિંહ જાડેજા, પ્રદિપસિંહ ઝાલા, કમલેશકુમાર મકવાણા એમ પો.સ્ટાફના માણસો કામગીરીમા સાથે મદદમા રોકાયેલ હતા.

Related posts

શાળા કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે પાછો ખેચિયો હવે 23 નવેમ્બરે નહિ ખુલે સ્કૂલ

Hello Morbi

*જામનગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા, સીસીટીવીના આધારે તપાસ શરૂ*

Hello Morbi

ભારતે કોરોનાની રસીના 160 કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવ્યું, આ ત્રણ કંપનીઓ સાથે કર્યા કરાર

Hello Morbi

Leave a Comment