• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સ્વર્ણિમા એકઝિબ્યુશન ડીસાનાં સંચાલિકા સોનમબેન રાઠીનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

ડીસા નગરમાં એસ.એ.આર.ઈવેન્ટસ દ્રારા જલારામ મંદિરના હોલમાં તારીખ 18 થી 20 નવેમ્બર-2022 શુક્રવાર થી રવિવાર એમ ત્રણ દિવસ માટે સ્વદેશી ઉત્પાદન અને મહિલાઓને વિશેષ પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી સ્વર્ણિમા એકઝિબ્યુશનનું પ્રેરણાદાયી આયોજન કરાયું છે.આ એકઝિબ્યુશનમાં વિવિધ પ્રકારનાં ઉત્પાદનોના સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે.મોટાભાગના સ્ટોલનું સંચાલન અને આયોજન પ્રગતિશલ તેમજ મહેનતુ મહિલાઓએ કર્યું છે.

ડીસામાં આ પ્રકારના એકઝિબ્યુશનનું સાતેક વખત આયોજન કરનાર મુખ્ય સંચાલિકા શ્રીમતી સોનમબેન આનંદભાઈ રાઠીનું ચંદુભાઈ એટીડી દ્રારા બનાવેલ “દીકરી દેવો ભવ” ચિત્ર ફોટો મોમેન્ટોથી શુભેચ્છક ગ્રુપ દ્રારા ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ દિવ્ય અવસરે શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ચંદુભાઈ એટીડી,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,કિરણભાઈ માળી,દિનેશભાઈ કવિરાજ,બીનાબેન એ.ઠકકર,નીતાબેન પઢિયાર,રીપલ ઠકકર સહિત સૌએ ખાસ હાજર રહી સોનમબેનનું સન્માન કર્યું હતું.સૌએ એકઝિબ્યુશનના તમામ સ્ટોલોની મુલાકાત લઈ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟑𝟖𝟏 મા ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

*વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ માં માનવ સેવક અને પશુ-પંખી પ્રત્યે લાગણીશીલ યુવાન એટલે અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાન ભાઈ*

Hello Morbi

*HELLO MORBI:શ્રી રામનવમીના પવિત્ર દિવસે ડીસાના વાલ્મીકી સમાજે જલારામ મંદિર ખાતે આરતીનો લાભ લઈ સમરસતા પર્વની કરી ઉજવણી*

editor

Leave a Comment