• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીનઉપરથી જેલ ફરારી થયેલ કેદીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી જેલ હવાલે કરતી એલસીબી*

વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન
ઉપરથી જેલ ફરારી થયેલ જેને મહારાષ્ટ્ર ખાતેથી પકડી જેલ હવાલે કરતી

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.
તા.૦૫/૦૮/૨૦૨૪
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટની સુચના મુજબ શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ શ્રી, એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી શ્રી, વી.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના ASI રામભાઈ મંઢ, HC દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેર સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૫/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૬,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦બી વિ.મુજબના ગુન્હાના કામે મોરબી જેલમાં રહેલ કેદી નંબર-૧૨૦/૨૦૨૩ રમેશ રામસુભોગ પ્રજાપતીએ નામ. ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૦૮ ના વચગાળાના જામીન મેળવી તા.૨૮/૦૨/૨૦૨૪ ના રોજ જેલ મુકત થયેલ હોય જે કાચા કામના કેદીને રજા પૂર્ણ થતાં તા.૦૭/૦૩/૨૦૨૪ ના રોજ જેલ ખાતે પરત હાજર થવાનુ હોય પરંતુ કેદી હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામનો કેદી રમેશભાઇ સ/ઓ રામસુભોગ પ્રજાપતી મુળ ગામ રામલક્ષણ તા.રૂદ્રપુર જી.દેવરીયા વાળો મહારાષ્ટ્ર રાજયના થાણે જિલ્લાના ઉલ્હાસનગર ખાતે હોવાની હકીકત મળેલ હોય જે હકિકત આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર કાચા કામનો રમેશભાઇ સ/ઓ રામસુભોગ પ્રજાપતી ઉ.વ. પર રહે. હાલ બી-૨૦૪ વિકાસ ટાવર પવઇચોક ઉલ્હાસનગર મુળ ગામ રામલક્ષણ તા.રૂદ્રપુર જી.દેવરીયા વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.> કામગીરી કરનાર અધિકારી
તથા કર્મચારી

શ્રી, એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, વી.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:૧૧૨ જન રક્ષકને લુટ થયેલ હોવાની ખોટી માહીતી આપી પોલીસને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરતા ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરતી હળવદ પોલીસ*

editor

Leave a Comment