• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળિયા તાલુકા માં રોગચાળો ના વકરે તે માટે સઘન સર્વે કામગીરી હાથ ધરાઈ*

*માળિયા તાલુકા માં રોગચાળો ના વકરે તે માટે સઘન સર્વે કામગીરી હાથ ધરાઈ*
માળીયા(મી) તા ૩૧ *(અમીત રાઠોડ દ્વારા*)જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા CDHO ડો. મેહતા સાહેબ,DMO ડો.કારોલીયા સાહેબ,Emo ડો.બાવરવા સાહેબની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો ના વકરે તે માટે THO ડો. ડી.જી. બાવરવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના ગ્રામ્ય તેમજ અર્બન વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ આજુબાજુ વરસાદી પાણી ભરાયેલા નકામા પાત્રો શોધી તેનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, કૂવા, નાની ખેત તલાવડી, વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. તેમજ દૂષિત પાણી પીવાથી થતી બીમારીઓ વિશે ઘેર ઘેર સમજૂતી આપવામાં આવી હતી. તેમજ કલોરિન યુક્ત અને ઉકાળેલું પાણી પીવા માટે સલાહ આપવામાં આવી હતી. જરૂરિયાત વાળા વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. વધુમાં આ તકે THO માળીયા દ્વારા લોકોને અપીલ કરવામા આવી હતી કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો તાત્કાલિક નિકાલ કરવો અને નિયમિત ઉકાળેલું અથવા કલોરિન યુક્ત પાણી પીવું.

Related posts

*મહેસાણા રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખની વસમી વિદાય* 

Hello Morbi

*નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમ થી દાંડી યાત્રા ને પ્રસ્થાન કરાવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકનુ થયું 54મુ સન્માન*

editor

Leave a Comment