• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા કંસારા સમાજને ઓબીસીમાં સમાવેશ કરવા માટે મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા: કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવામાં માટે ટંકારા કંસારા જ્ઞાતિ ના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તૃષાર કંસારા, પાર્થ કંસારા દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપી માગણી કરાયેલ છે .

રજુવાતમાં જણાવેલ ,આખા ગુજરાતમાં થઈને કંસારા જ્ઞાતિની ફક્ત ૬૦ હજારની વસ્તી છે.તેમાં ગુજરાતી હાલારી, ગોહિલવાડી, કચ્છી, સુરતી, મારૂ, વિસનગરી સહિત તમામ પેટા જ્ઞાતિ નો સમાવેશ થઈ જાય છે .દિવસે દિવસે કંસારા જ્ઞાતિ આર્થિક રીતે બેરોજગાર તથા શૈક્ષણિક રીતે પછાત થઈ રહેલછે.

કંસારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, ઉચ્ચ શિક્ષણ માટે સરકાર દ્વારા અપાતી લોન, સહાય મેળવી શકે તથા રોજગાર મેળવી શકે તે માટે ઓ.બી.સી.માં સમાવેશ કરવાની અમારી માંગણી છે.

કેન્દ્ર સરકારે 102 મો બંધારણીય સુધારો સર્વાનુમતે મંજુર કરી દરેક રાજ્યને પોતાના રાજ્યની વસ્તી ની જ્ઞાતિઓમાં થી કઈ જ્ઞાતિ ને ઓબીસીની યાદીમાં સમાવેશ કરવી તેની સત્તા રાજ્યોને સુપ્રત કરી છે તેથી કંસારા જ્ઞાતિનો ઓ. બી. સી માં સમાવેશ કરવાની અમારી માગણી છે.

કંસારા,સોની, લુહાર (પંચાલ) સુથાર (મિસ્ત્રી) બધા કારીગર વર્ગ છે .તે ભગવાન વિશ્વકર્માના સંતાનો છે. અમો કંસારા મુખ્યત્વે તાંબા પિત્તળકાંસા ઘાટના કાંસા ના વાસણો બનાવનાર કારીગર વર્ગના છીએ છતાં ઓબીસીમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી તેથી કંસારા જ્ઞાતિ અન્યાયની લાગણી અનુભવે છે.

પડોશી રાજ્યો રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર સહિત 18રાજ્યમાકંસારા જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે .

કંસારા ના કારીગર વર્ગ નું કામ વર્ષના આઠ- નવ મહિના જ ચાલે છે. વાસણ બનાવવાની મજૂરી કામ મળે છે. સ્ટીલ તથા પ્લાસ્ટિક નું વાસણ નો વપરાશ વધતા પિત્તળ તથા તાંબાના અને કાંસાના વાસણોનો વપરાશ ઘટયો છે. કારીગર વર્ગને મજૂરી પણ મળતી નથી તેમની આવકમાં ઘરના સભ્યોનુ ભરણપોષણ પણ થઈ શકતું નથી.સામાજિક પ્રસંગો, બાળકોને ઉચ્ચ શિક્ષણ સહિતનો ખર્ચ થઈ શકતો નથી નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અમારી કંસારા જ્ઞાતિના બાળકો ઉચ્ચ શિક્ષણ થી વંચિત રહેછે. આવક ઓછી હોવાથી બાળકો નાનપણથી જ અભ્યાસ અધૂરો મૂકી કુટુંબને મદદરૂપ થવા વાસણ બનાવાના મજુરી કામ માં જોડાય જાય છે. નબળી આર્થિક સ્થિતિ ના કારણે યુવાનો ના લગ્ન પણ થઈ શકતા નથી. કંસારા સમાજ માં લગ્ન ની મોટી સામાજિક સમસ્યા સર્જાયેલ છે.

લિકંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવેશ કરવાની માગણી લગભગ ૨૫ વર્ષ જૂની છે ગુજરાત સરકારમાં વર્ષોવર્ષ લેખિત મૌખિક રજૂઆતો કરેલ છે. કેન્દ્ર સરકારે 102 માં બંધારણીય સુધારા દ્વારા રાજ્ય સરકારની ઓ. બી. સી. જ્ઞાતિ જાહેર કરવાની સતા આપવામાં આવેલ છે. તે મુજબ કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવી જાહેર નામુ બહાર પાડવા માંગણી છે.

Related posts

*HELLO MORBI:મોરબીના મુસ્લિમ સુમરા સમાજના આશિકે કામુશા પીર એવા અહેમદભાઈ સુમરા પગપાળા મોરબી થી બાવળાવદર મોડી રાત્રે રવાના થશે*

editor

*HELLO MORBI:ટંકારા:રઘુવંશી યુવક મંડળના અધ્યક્ષ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:વાંકાનેર સીટી પો.સ્ટે.ના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને પકડી પાડતી AHTU ટીમ મોરબી*

editor

Leave a Comment