
*PM SHRI હડિયાણા કન્યા શાળાના શિક્ષકો બારૈયા દેવાંગીબેન તથા ચંપક કુમાર ધમસાણીયા દ્વારા જિલ્લા કક્ષાએ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું*
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો દસમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ તારીખ 12,13 ફેબ્રુઆરી 2025ના રોજ DIET જામનગર ખાતે યોજાઈ ગયો.આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં જોડિયા તાલુકાની PM SHRI હડિયાણા કન્યા શાળાના મદદનીશ શિક્ષકો શ્રી દેવાંગીબેન બારૈયા તથા ચંપકકુમાર ધમસાણીયા દ્વારા સતત દસમા વર્ષે ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું.Our Achievers નવતર પ્રયોગમાં શાળના ભૂતપૂર્વ અને સફળ વિદ્યાર્થિનીઓની ડેટાબુક અને wall of fames બનાવવામાં આવી છે.આ ઇનોવેશન ફેસ્ટિવલમાં 350 જેટલા પ્રાથમિક શિક્ષકો, વિદ્યાર્થીઓ, બી.એડ.ના તાલીમાર્થીઓ, સીઆરસી, બીઆરસી, ડીપીઇઓ જામનગર શ્રી વિપુલભાઈ મહેતા, શાસનાધિકારીશ્રી તથા વિવિધ અધિકારો અને મહેમાનોએ હાજરી આપી હતી……………………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.


