• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુક પ્રા.શિક્ષક સંઘ દવારા જામનગર ના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી.બી.એન.દવે સાહેબ નો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી લગધિરસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકરી શ્રી દવે સાહેબ નો વય નિવૃત થતા વિદાય કાર્યક્રમ યોજાયો..આ સાથે નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી પ્રફુલભાઈ પાલા સાહેબ ની બદલી થતા તેમનો પણ વિદાય કાર્યક્રમ યોજાયો.જેમાં રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયો.આ કાર્યક્રમ માં જોડિયા તાલુકા ના પ્રમુખશ્રી ભાવેશભાઈ પનારા મહામંત્રી શ્રી ગેલાભાઈ જારીયા ,જામીભાઈ, અદ્રોજા ભાઈ ,બી.આર.સી.રામનુજભાઈઅને અન્ય જોડિયા ના સંઘ ના હોદ્દેદારી દવારા દવે સાહેબ અને પાલા સાહેબ ને પુસ્તક અને સાલ ઓઢાડી વિદાય સન્માન આપેલ.અને દવે સાહેબ ની શેષ જીવન આરોગ્યમય બની રહે અને પોતાની રસ રુચિ મુજબ જીવન વ્યતીત કરે તેવી જોડિયા તાલુકા સંઘ દવારા શુભકામના પાઠવી હતી.પાલા સાહેબ પણ પોતાના બદલી ના સ્થાન માં સારી નામના રોશન કરે અને શિક્ષણ માં સારું યોગદાન અને માર્ગદર્શન આપતા રહે તેવી શુભકામના પાઠવી હતી.આ કાર્યક્રમ જામનગર હુલરમિલ કન્યા શાળા ખાતે યોજાયો હતો જેમાં દરેક તાલુકા સંઘ ના જિલ્લા સંઘ ના હિદેદારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું માઈક્રો આયોજન જિલ્લા સંઘ ના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા દવારા કરવામાં આવ્યું હતું.અને જિલ્લા સંઘ દવારા સાહેબ નું સ્મૂતી ભેટ અને સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.અંતે સમુહભોજન સાથે વિદાય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ ……

 

Related posts

*HELLO MORBI: હળવદના ઘનશ્યામપુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI: મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા*

editor

*મોરબી નગરપાલિકા સંચાલિત નદી ઘરમાં અત્યંત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

Hello Morbi

Leave a Comment