• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયાના પીઠડ ગામની સીમ માથી ભારતીય બનાવટની વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી જોડીયા પોલીસ*

(*લલિત નિમાવત દ્વારા*) જોડીયા પો.સ્ટે વિસ્તારમાં આવેલ પીઠડ ગામની સીમ માથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૧૨૦૪ જેની કુલ કિ.રૂ.૨,૮૨,૪૦૦/- તથા અશોક લેલન ગાડી સહીત કુલ રૂ. ૫,૮૭,૪૦૦ /-મુદામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી જોડીયા પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર યાદવ સાહેબ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગારધારા હેઠળ કેશો શોધીકાઢવા સુચના કરેલ હોય તથા જામનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ(IPS) નાઓએ જામનગર જીલ્લા માંથી પ્રોહી/ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અસર કારક કામગીરી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જામનગર ગ્રામ્ય વિભાગ જામનગરના શ્રી આર.બી.દેવધા સાહેબ નાઓનાં સુચના તથા માર્ગદર્શન અનુસાર, જોડીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એસ. રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા આ/પો નાં પો.સ.ઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીનાં બડા દોસ્ત મીની ટ્રક માંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ જેમાં (૧) “ઓલ સીઝન્સ” ગોલ્ડ કલેક્શન રીઝર્વ વ્હીસ્કિ” ની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૫૦,૪૦૦/-તથા (૨)“રોયલ સ્ટગ”સુપીરીયર વ્હીસ્કિ” ની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૫૭,૬૦૦/- તથા (૩) “રોયલ ચેલેન્જ” ફાઇન રીઝર્વ વ્હીસ્કિ ” ની બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૮૬,૪૦૦/- તથા (૪) “રોયલ બ્લેક” મેચ્યુર્ડ મોલ્ટ વ્હીસ્કિ” ની કાચની નાની બોટલ(ચપલા) નંગ-૮૮૦ કિ.રૂ.૮૮,૦૦૦/- એમ કુલ નાની મોટી બોટલ નંગ-૧૨૦૪ ની કુલ કિ.રૂ.૨,૮૨,૪૦૦/- નો તેમજ મોબાઈલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ વાહન જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૫,૮૭,૪૦૦/- -નો મુદામાલ આરોપી પાસેથી કબ્જે કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જોડીયા પો.સ્ટે ગુ.૨.નં-૧૧૨૦૨૦૨૫૨૫૦૦૫૪/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, તથા ૯૮(૨), મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી :-
૧) યશપાલસિંહ ધનુભા જાડેજા, જાતે-દરબાર, ઉ.વ.૨૬, ધંધો-ખેતી, રહે.ખાનપર ગામ તા.જી.મોરબી
પકડવાના બાકી આરોપીઓ :
(૧)આનંદકુમાર રહે.હરીયાણા (દારૂ સપ્લાય કરનાર)
૨) ક્રીપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે.પીઠડ (દારુ વેચાણ કરવા મંગાવનાર)
૩) સલીમ શેખ રહે.જંગલેશ્વર, હુશેની ડેરી પાસે, રાજકોટ (દારૂ ની હેરાફેરીમાં મદદ કરનાર)
(૪)સમીર જીંદાણી રહે.ગોંડલ (દારૂ વેચાણ કરવા મંગાવનાર)
(૫)સલીમનો મિત્ર ભાણો રહે.રાજકોટ (દારૂ વેચાણ કરવા મંગાવનાર)
આ કાર્યવાહી જોડીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.એસ.રાજપૂત તથા પો.સબ ઇન્સ. કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા ત્થા અન્ય મુદ્દામાલની ઘરફોડ ચોરી નો ગણત્રી ના કલાકો માજ પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*જોડીયા વકીલ મંડળ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ*

Hello Morbi

*HELLO MORBI:જોડીયા સ્ત્રી હુનર ઉદ્યોગ શાળા ખાતે નિશુલક ઓપરેશન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment