• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં ફ્લેટના મેઈન્ટનન્સની રકમ મામલે ફોનકરી વિધવા મહિલાને ધમકી સિટી એ ડિવિઝન પોલીસ મથકે રાવ*

મોરબી તા ૨ મોરબીપારેખ શેરીમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમા બનેલી ઘટના મામલે એક વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
મોરબી શહેરમાં ફ્લેટના મેઈન્ટનન્સની રકમ નિયમિત રૂપે ચૂકવવા છતાં એક શખ્સે વિધવા મહિલાને ફોન ઉપર ધમકી આપી તેમના ફ્લેટના ચાલતા કોમ્પ્યુટર ક્લાસમાં તોડફોડ કરતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે જુના મોરબી વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં શ્રીજી એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતા શિતલબેન ભાવેશભાઈ ચંદારાણા નામના વિધવા મહિલાને આરોપી કૃપાલસિંહ નાથુભા પરમાર નામના શખ્સે ફ્લેટના મેઈન્ટનન્સની રકમ બાબતે ફોન કરી ધમકી આપી નિયમિત કરતા વધુ મેઈન્ટનન્સ માંગ્યું હતું.
સાથે જ આરોપી કૃપાલસિંહ પરમારે શિતલબેનના ફ્લેટના ચાલતા કોમ્પ્યુટર ક્લાસમાં ઘુસી તોડફોડ કરતા આ મામલે શીતલબેનની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે

Related posts

*મોરબી એ ડિવિઝનમાં પ્રજાના રક્ષક જમાદાર હમીરભાઇ ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નીરણ સુકા ઘાસની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતી છકડો રીક્ષા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

*કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ*            *મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવાનો નિર્ણય કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ* 

Hello Morbi

Leave a Comment