• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:PM SHRI હડીયાણા કન્યા શાળારંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ અહેવાલ*

PM SHRI હડીયાણા કન્યા શાળા
તા.જોડિયા, જી. જામનગર.
તારીખ: – 25/3/2025
રંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ અહેવાલ
જામનગર જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જોડિયા તાલુકાની PM SHRI હડીયાણા કન્યા શાળામાં આજ રોજ તારીખ 25-3-2025 ને મંગળવારના રોજ “રંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ” નું આયોજન કરેલ.આ રંગારંગ કાર્યક્રમમાં આજે PM SHRI હડીયાણા કન્યા શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ નો વાર્ષિક ઉત્સવ કે જેનું નામ રંગોત્સવ રાખેલ અને ધોરણ ૮માં અભ્યાસ કરતી વિધાર્થીની બહેનોનો વિદાય સમાંરોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની બાલવાટિકા તથા ધોરણ ૧ થી ૮ ની વિધાર્થીની બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્યાર બાદ ધોરણ ૮ ની વિધાર્થીની બહેનોએ શાળામાં વીતાવેલા અને અનુભવેલા ૮ વર્ષના વિવિધ ખાટામીઠા સંસ્મરણો રજુ કર્યા હતા. ઉપરાંત ધોરણ ૮ ના વર્ગ શિક્ષિકા બારૈયા દેવાંગીબેન તથા સુરેશભાઈ મકવાણા, ચંપકભાઈ ધમસાણીયા, ભારતીબેન, હિનાબેન,નીરૂબેન, હિતેશભાઇ મકવાણા તથા હિતેશભાઇ નકુમ તથા CRC કનુભાઈ જાટીયા અને SMC સહિત સમગ્ર શાળા પરિવારે વિદાય લેતી વિધાર્થીનીઓને આર્શીવચન પાઠવ્યા હતા. ધોરણ 8 ની તમામ વિદ્યાર્થીની બહેનોને શાળાના મ.શિ. સુરેશભાઈ મકવાણા તરફથી દરેક બાળકોને ડ્રોઈંગની એક શૈક્ષણિક કીટ ગિફ્ટ તરીકે આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણાએ શાળામાંથી વિદાય લઇ રહેલી ધોરણ ૮ ની વિધાર્થીની બહેનોને ઉજ્વળ ભવિષ્ય તથા શ્રેષ્ઠ કારકિર્દી હાંસલ કરવાની શુભેક્ષાઓ પાઠવી હતી.
ઉપરાંત આજે ધોરણ ૧ થી ૮ ની તમામ વિધાર્થીની બહેનો સહિત સાથે સમગ્ર શાળા પરિવારે સાથે બેસી પૂરી-શાક તથા શિખંડનું ભોજન લઇ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ……………..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*HELLO MORBI:મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ તા.૨૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી*

editor

*HELLO MORBI:મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી માળીયા તાલુકાની 3 શાળાના 13 ઓરડા તથા મોરબી તાલુકાની 1 શાળાના 5 ઓરડા મંજુર થયા*..

editor

Leave a Comment