• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:આદર્શ આચારસંહિતા અન્વયે લાઉડ સ્પીકરના ઉપયોગ તથા વાહનો પર લાઉડ સ્પીકર લગાડવા ઉપર પ્રતિબંધિત*

મોરબી:તા ૩ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી ૨૦૨૫ અંતર્ગત મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૨ જૂન, ૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે, આ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૨૫ જૂન, ૨૦૨૫ના રોજ મતગણતરી થશ ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ અન્વયે આદર્શ આચારસંહિતા અમલીકરણ માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ તથા વાહનો પર લાઉડ સ્પીકર લગાડવા પર પ્રતિબંધત મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર લાઉડ સ્પીકર તથા વાહનો પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર દરમિયાન સભા, સરઘસ કે વાહનો પર માઇક વગાડી શકાશે નહિ. સંબંધિત સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારે ૮ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી માઇકનો ઉપયોગ કરવો. વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડ સ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તાધિકારીશ્રીને આ વાહનોની નોંધણી, ઓળખ નંબરો જણાવવા અને પરવાનગીપત્ર પર નોંધ કરવાની રહેશે અને ચૂંટણી અધિકારીશ્રી, પોલીસને જાણ કરવી. લેખિત પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો તે વાહન સહિત તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે.
આ હુકમ ચૂંટણીમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મળશે રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

*વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે પ્રાથમિક સુવિધા અંતર્ગત સરપંચે તંત્ર સમક્ષ માંગ કરી*

Hello Morbi

Leave a Comment