• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણીછોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી*

મોરબીની ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી
મોરબી:તા૩ મોરબી અને માળીયા તાલુકાનાં ખેડુતોને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવાની મુખ્યમંત્રીએ જાહેર કરેલ છે જો કે, હજુ સુધી ખેડૂતોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વહેલી તકે ખેડૂતોને પાણી આપવાની માંગ કરી છે અને જો તા ૫/૬ સુધીમાં પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ
કિશોરભાઇ ચિખલિયાએ સૌરાષ્ટ્ર શાખાના હેડ
કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે
જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના શાપર,
જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા,
કેરાળા (હ), હરિપર (કે), જીવાપર (ચ), ચકમપર,
જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા
નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રાપર,
રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ
ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા,
ખાખરેચી, સુલતાનપુર, નવાગામ, કુંભારીયા,
રોહીશાળા, વેજલપર, જુના ઘાટીલા, સુવવાવ,
નવા ઘાંટીલા,, જુના દેવળીયા, નવા દેવળીયા,
સુરવદર સહિતના ગામોને ધ્રાંગધા શાખા
નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી કેનાલ
મારફત પુરૂ પાડવા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત
કરવામાં આવેલ હતી. તેમ છતાં પણ આજ દિન
સુધી આ ગામોને આગોતરા વાવેતર માટે
કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી આપવામાં
આવેલ નથી. જેથી ખેડુતો આગોતરા વાવેતર કરી
શક્ય નથી. માટે ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી
છોડીને તાત્કાલિક ખેડૂતોને પાણી મળે તેના માટેની
વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને
આગામી તા.૫/૬/૨૦૨૫ સુધીમાં સિંચાઈ માટેનું
પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો લાગુ
પડતાં તમામ ગામોના ખેડુતોને સાથે રાખી હળવદ-
કચ્છ હાઈવે ઉપર બેસી રસ્તા રોકો આંદોલન
કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ ના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા : પડકારભર્યા મરણાવસ્થા મા આવેલા દર્દીને સચોટ સારવાર ના પગલે નવુ જીવન આપ્યું*

editor

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી* 

Hello Morbi

*HELLO MORBI:આ પુષ્ય નક્ષત્ર નિમિતે રવિવારે અપામાર્ગ આર્યુવેદ હોસ્પિટલ ખાતે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

Leave a Comment