
મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ તથા સક્ષમ સંસ્થા ના ઉપક્રમે રવિવારે વૈદિક પેરેંટિંગ તથા બાલ સ્વાસ્થ્ય સેમિનાર.
સ્થળ : ગાયત્રી ચેતના કેન્દ્ર, ગુ.હા.બોર્ડ, બ્લોક નં M1158/59, શનાળા રોડ, માર્કેટ યાર્ડ સામે, મોરબી ખાતે સાંજે 5 થી 7 રાખવામાં આવેલ છે
વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ના પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના શિષ્ય તેમજ વિદ્વાન વૈદ્ય આચાર્ય મેહુલભાઈ એ જણાવે છે કે વૈદિક પેરેંટિગ આજે બાળકોની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. ત્યારે બાળકો તરફ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. પરંતુ ધ્યાન આપવા માટે જ્ઞાનની જરૂર છે. અને આજે સાચું જ્ઞાન મેળવવું અતિશય કઠિન બનતું જાય છે ત્યારે સંસ્કૃતિ આર્યમ ગુરુકુલ ના સક્ષમ સંસ્થા ઉપક્રમે તા. 22 ને રવિવાર; સમય સાંજે 5 થી 7; સ્થળ ગાયત્રી ચેતના કેન્દ્ર, ગુ.હા.બોર્ડ, બ્લોક નં M1158/59, શનાળા રોડ, માર્કેટ યાર્ડ સામે, મોરબી ખાતે સેમિનાર રાખવામાં આવેલ છે.
આચાર્ય મેહુલભાઈ વધુમાં જણાવે છે કે વારાણસીના સુપ્રસિદ્ધ વેદ તથા આયુર્વેદના વિદ્વાન પરમ પૂજ્ય વિશ્વનાથ ગુરુજી દ્વારા વર્ષોના અધ્યયન તેમજ રિચર્સ બાદ 50 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષામાં લખાયેલા વૈદિક પેરેંટિંગ અને બાલ સ્વાસ્થ્યના સૂત્રો માર્ગ ચિંધતી મશાલ છે. આજે બાળકોના સ્વાસ્થ્ય, ખાન-પાન તેમજ સંસ્કારો આપવાની વ્યવસ્થાને યુવાપેઢી ભૂલતી જાય છે. ત્યારે ભારતના આયુર્વેદમાં, ઉપનિષદોમાં, વેદોમાં તથા ગ્રંથોમાં સચવાયેલા સૂત્રો જ આપણું રક્ષાકવચ બની શકે છે.
આવા નાના સૂત્રો દ્વારા અપાતું જ્ઞાન સરળ-સહજ છે, તેમજ બાલસ્વાસ્થ્ય અને પેરેંટિંગ માટે ખૂબ જ ઉપયોગી છે.
આવા સૂત્રો પર પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના શિષ્ય તેમજ વિદ્વાન વૈદ્ય આચાર્ય મેહુલભાઈ પોતાની 20 વર્ષના આયુર્વેદ અને ગર્ભવિજ્ઞાનના અનુભવને આધારે નિ:સ્વાર્થ ભાવે આ સૂત્રો તેમજ સ્વાસ્થ્યનું જ્ઞાન સમાજ સુધી પહોંચાડવા કટીબધ્ધ છે.
વૈદ્ય મેહુલભાઈ આચાર્યએ પૂજ્ય ગુરુજીના સાન્નિધ્યમાં રહી દશ વર્ષ સુધી ગર્ભસંસ્કાર તેમજ બાળકોની આયુર્વેદ ચિકિત્સાનો અનુભવ પ્રાપ્ત કરેલ છે. તેમજ ગુરુજીના સૂત્રો પર વ્યાખ્યા કરી ભારતનો સૌપ્રથમ ગર્ભવિજ્ઞાન તેમજ પેરેંટિંગનો ડિજિટલ કોર્સ તૈયાર કરેલ છે, તેમજ મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પાંચ લાખ બાળકો સુધી પહોંચાડ્યું છે.
આ કાર્યક્રમમાં બાળકોને રોગોથી બચાવવા માટેના ઉપાયો, પેરેન્ટ્સ તરીકે બાળકોનું ઘડતર કરવાના તથા ધ્યાન રાખવા માટેના ઉપાયો, બાળકો -યુવાપેઢી સાથે આદર્શ વર્તનનું મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, બાળકોના માનસને સાત્ત્વિક બનાવવાના ઉપાયો વગેરે વિષયોની આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવશે. આ સેમિનાર મુંબઈ, પૂના, અમદાવાદ, બેંગલોર જેવા શહેરોમાં પણ આયોજિત થાય છે.
ઉપરાંત આયુર્વેદ અને પંચકોશ વિકાસ; આયુર્વેદના બાલ મનોવિજ્ઞાનનું મહત્ત્વ; આયુર્વેદમાં બાળકોનાં સ્વાસ્થ્ય માટેના નિયમો; આયુર્વેદની દ્રષ્ટિથી બાળકો માટેના ઔષધો; આયુર્વેદમાં બાળકોની દિનચર્યા (Ideal Daily Routine); બાળકોની યાદશક્તિ વધારવા, કુટેવોથી બચાવવાના ઉપાયો જેવા અનેક વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવશે. મોરબીમાં આ પ્રકારના કાર્યક્રમો ખૂબ ઓછા થતાં હોવાથી પોતાના બાળકોનો વિકાસ તેમજ સંસ્કાર માટે ચિંતિત સર્વે માતા-પિતાઓને આ કાર્યક્રમમાં આવવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
લિમિટેડ સંખ્યા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન આ નંબર પર (96649 11182, 8140140014) ફોન કરી રજીસ્ટ્રેશન કરાવી શકો છો, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સેમિનારમાં ભાગ લેનાર માટે નિ:શુલ્ક પ્રસાદ રાખવામાં આવેલ છે.
