• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા પાલિકાને નવરાત્રિ દરમિયાન શેરી ગરબા માટે ચાચરચોકનુ સમારકામ કરવા રજૂઆત*

ટંકારા પાલિકાને નવરાત્રિ દરમિયાન શેરી ગરબા માટે ચાચરચોકનુ સમારકામ કરવા રજૂઆત

ટંકારા, તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ભાવિન સેજપાલ અને નવગરબી દુર્ગા મંડળના યુવા પ્રમુખ રણજીતભા ભાસડિયા ગઢવી યુવા અગ્રણી દ્વારા ટંકારા નગરપાલિકાને નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન ચાચર ચોકમાં યોજાતા શેરી ગરબામાં નાની બાળાઓ અને બહેનોની સુવિધા માટે શહેરની તમામ શેરીઓના રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં ખાસ કરીને ભૂગર્ભ ગટરની કુંડીઓ અને પેવર બ્લોકની રિપેરીંગની માંગ કરવામાં આવી છે, જેથી ગરબા રમવા આવતી બાળાઓ અને બહેનોને સુરક્ષિત અને સરળ વાતાવરણ મળી રહે. આ કાર્યને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા માટે નગરપાલિકા સમક્ષ વિનંતી કરવામાં આવી છે.

આ પહેલનો હેતુ નવરાત્રિના તહેવારને વધુ આનંદમય અને સુરક્ષિત બનાવવાનો છે, જેથી શહેરના નાગરિકો ખાસ કરીને યુવા બહેનો નિશ્ચિંતપણે ગરબાની રમઝટનો આનંદ માણી શકે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાના ખેડૂતોની સુવિધા માટે મોરબીમાં અધતન નમૂનારૂપ સિંચાઈ સદન બનાવવા મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ની રજૂઆત.*

editor

*મોરબીમાં સેલ્સ એજન્સીમાં ચાલતા જુગાર ધામ પર એ ડિવિજન પોલીસ ત્રાટકી પાંચ પતા પ્રેમીની અટકાયત*

Hello Morbi

*HELLO MORBI NEWS:પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના લાભ માટે ખેડૂતોએ ફાર્મ રજીસ્ટ્રી આઈ.ડી.માં નોંધણી કરાવવી ફરજીયાત*

editor

Leave a Comment