
26 જાન્યુઆરીએ સર્વમંગલમ્ વિધાલય ડીસા ખાતે સામાજિક અગ્રણી મહેશભાઈ ઉડેચાના વરદહસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન
અનેક જરૂરિયાતમંદ બાળકોને પધ્ધતિસરનું ભણતર આપતી ડીસાની પ્રખ્યાત સંસ્થા સર્વમંગલમ્ વિધાલય ખાતે 26 જાન્યુઆરીએ ડીસાના સામાજિક, સેવાભાવી અગ્રણી મહેશભાઈ ઉડેચાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકારના નિવૃત્ત વન અધિકારી, સેવાભાવી એવા ભગવાનભાઈ બંધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ દિવ્ય અવસરે વિવિધ સંસ્થાઓના હોદેદારો સર્વ દિનેશભાઈ મજેઠીયા, તારાચંદભાઈ મજેઠીયા, કમલેશભાઈ રાચ્છ, નરેશભાઈ ઉડેચા, તુલસીભાઈ પલણ, ડાયાભાઈ જોબનપુત્રા, આનંદભાઈ પી ઠક્કર,પિયુષભાઈ ગટા, ભાવેશભાઈ જોબનપુત્રા, દીલીપભાઇ રતાણી,વાસુભાઈ ભીન્ડે, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ભરતભાઈ દામાણી, પ્રવિણભાઇ શાહ, વિનોદભાઈ પટેલ, વિજયભાઈ દક્ષિણી, અશોકભાઈ મજેઠીયા, વૈકુંઠભાઈ કારિયા,ગણપતભાઈ, પ્રકાશભાઈ સોલંકી-વકીલ, કરણસિંહ જાદવ, ભરતભાઈ ઓડ,ધરપડા ડેપ્યુટી સરપંચ નટુભાઇ પરમાર સહિત ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી દીપપ્રાગટ્ય થકી સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.શાળાનાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા.શાળાના વિકાસ માટે તમામ મહેમાનોએ યથાઈચ્છા-યથાશકિત યોગદાન આપ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પણ ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
સર્વમંગલમ્ વિધાલયના સંચાલક ઈશ્વરભાઈ રાવળ, પ્રિન્સીપાલ વિનિતાબેન સુથાર તેમજ સ્ટાફના સર્વ અલકાબેન ઠક્કર,હર્ષિદાબેન શ્રીમાળી,રશ્મિકાબેન દરજી, લક્ષ્મીબેન સોની, રેણુકાબેન નાઈ,આશાબેન જોષી,પુજાબેન જોષી, કાંતાબેન મજીયાતર, વિનોદભાઈ દંતાણી સહિત સૌએ મહેમાનોનું કંકુતિલક ,ફૂલહાર,સાફો,સાલ,ખેસથી સન્માન કરી મીઠો આવકાર આપ્યો હતો તેમજ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક આયોજન અને મહેનત કરી હતી.મહેમનોએ તેમના શાબ્દિક પ્રતિભાવ આપી સુંદર વ્યવસ્થા તેમજ કાર્યક્રમ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ તેમજ આભારવિધિ હર્ષિદાબેન શ્રીમાળીએ કરી હતી.
