• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 𝟏𝟖𝟏 અભયમ ટીમ*

*ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ*
181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ આવેલ કે એક અજાણી વયોવૃદ્ધ માજી મળી આવેલ છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક181 ટીમની જરૂર છે
માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન તથા પાયલોટ ગઢવી દેવકરણભાઈ તાત્કાલિક ઘટના સ્થળે વયોવૃદ્ધ માજીની મદદ માટે પહોંચેલ સ્થળ પર હાજર જાગૃત નાગરિક કે જણાવેલ કે આ વયોવૃદ્ધ માજી ઘણા સમયથી એકલા આટા ફેરા કરતા હોય અને પોતાનું ઘર ભૂલી ગયેલ હોય
ત્યારબાદ સૌ પ્રથમ ટીન દ્વારા માજી ને આશ્વાસન આપી સંવેદનશીલતાપૂર્વ કાઉન્સિલિંગ કરવામાં આવેલ કાઉન્સિલિંગ દરમિયાન તેઓ ક્યાં રહે છે અને ક્યાંથી આવ્યા છે તે જાણવાના પ્રયત્નો કરેલ પરંતુ વધુ ઉંમર હોવાના કારણે તેઓ સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા ત્યારબાદ ટીમ દ્વારા સતત પ્રયત્નો બાદ અંતે તેમના પરિવારનો સંપર્ક થતાં વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવેલ
ત્યારબાદ તેમના પરિવારનું કાઉન્સલિંગ દરમિયાન તેમણે જણાવેલ કે માજી ની ઉંમર વધુ હોવાના કારણે તેઓ વારંવાર ભૂલી જતા હોય અને ઘરેથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને માજી અંગે પૂછપરછ કરેલ અને સવારથી તેમને શોધખોળ કરી રહ્યા હોય પરંતુ ક્યાંય ખબર ના મળેલ અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના પરિવારને માજી નું યોગ્ય સંભાળ રાખવા અને કાળજી રાખવા માટે સમજાવેલ તેમના પરિવારે 181 અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કરેલ
આમ ભૂલા પડેલા માજીનું પરિવાર સાથે મિલન કરાવેલ તેમના પરિવારે વૃદ્ધ માજી ને ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા તાલુકા કક્ષાના 𝟖𝟎મા સ્વાતંત્રય પર્વ ની ઉજવણી મોરાણા મુકામે યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વડોદાર શહેરના અકસ્માતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*ગુજરાત સરકારના ડિરેક્ટર તેમજ ડીસા નટ સમાજના મુખિયા કિસનભાઈ નટને શ્રધ્ધાંજલી અર્પણ કરતા અગ્રણીઓ*

Hello Morbi

Leave a Comment