• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં લોકશાહીના પર્વમાં ‘ફર્સ્ટ ટાઈમ વોટર્સ’નો થનગનાટ; સાદરીયા બ્રિન્દાએ પ્રથમ વખત મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો*

*મોરબીમાં લોકશાહીના પર્વમાં ‘ફર્સ્ટ ટાઈમ વોટર્સ’નો થનગનાટ; સાદરીયા બ્રિન્દાએ પ્રથમ વખત મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો*

*પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં અનેરો ઉત્સાહ; ૧૮ વર્ષની વય પૂર્ણ કરનાર નવયુવાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના સશક્તિકરણમાં સહભાગી બન્યા*

*મોરબી: ૨૬ એપ્રિલ, ૨૦૨૬*

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આજે મતદાનનો પ્રારંભ થયો છે. આ ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણ ‘ફર્સ્ટ ટાઈમ વોટર્સ’ એટલે કે પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં જોવા મળી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના ભાવિ ઘડતરમાં પોતાનો પ્રથમ મત આપવા માટે યુવાનો વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન મથકો પર ઉમટી પડ્યા છે.

૧૮ વર્ષની વય પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત કરનાર આ નવયુવાનોમાં દેશના અને સ્થાનિક વિકાસમાં ભાગીદાર બનવાનો ગર્વ જોવા મળી રહ્યો છે. પોતાની આંગળી પર લાગેલી અમિટ શાહીને ગર્વથી બતાવતા યુવા મતદાર બ્રિન્દા સાદરીયાએ જણાવ્યું હતું કે, “મતદાન એ માત્ર હક નથી પણ આપણી પવિત્ર ફરજ છે, અને અમારો આ પ્રથમ મત મજબૂત લોકશાહીના નિર્માણ માટે છે, જેથી તમામે અવશ્ય મતદાન કરવું જોઈએ.”

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારો સાથે આ આધુનિક યુવા પેઢીને લોકશાહીની પ્રક્રિયામાં જોડવા માટે હાથ ધરાયેલા સ્વીપ (SVEEP) કાર્યક્રમોની સફળતા આજે મતદાન મથકો પર જોવા મળી રહી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકનેર તાલુકાના વિસ્તાર માંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુક પોલીસ*

editor

*ચોટીલામાં રોપ-વે નિર્માણના નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો આભાર માની આશીર્વાદ આપતા ચામુંડા માતા મંદિરના પ્રમુખશ્રી-સંતશ્રીઓ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ધુળકોટ ગામની સીમ માંથી એક ઇસમને જામગરી બંદુક સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ*

editor

Leave a Comment