• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ*

મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાંકાનેર વિભાગ નાઓ દ્વારા શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ પાસા તથા હદપારી જેવા અસરકારક અટકાયતી પગલા લેવા સારૂ સુચના કરેલ હોય,

જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ હળવદ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત માથાભારે ઇસમ નામે મોહિત હસમુખભાઇ પરમાર/અનુ.જાતી રહે-હળવદ બસ સ્ટેન્ડ પાછળ,તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબી નાઓ તરફથી મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા સારુ અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
સામાવાળાનું નામ ::
મોહિત હસમુખભાઇ પરમાર/અનુ.જાતી રહે-હળવદ બસ સ્ટેન્ડ પાછળ,તા.હળવદ જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ ::
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર, તથા શ્રી આર.બી.ટાપરીયા પો.સબ.ઇન્સ. તથા હળવદ પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*શ્રી હડિયાણા કન્યા શાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજણો.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય સ્થાન (રૈન બસેરા) ખાતે નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની અવિરતપણે ચાલુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડીસાની સેવાભાવી સંસ્થાઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment