• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ*

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ

મોરબી, તા. 14 જૂન 2026 :

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા આજે શનાળા રોડ સ્થિત ભાડેસિયા હોસ્પિટલ તથા OMVVIM કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને કેન્દ્રમાં રાખી આયોજિત રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નાગરિકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.

શૈક્ષણિક ખર્ચમાં રાહત મળે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા A4 સાઇઝની ઉચ્ચ ગુણવત્તાવાળી 172 પેજની ફૂલસ્કેપ નોટબુકો રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બજાર કિંમતની સરખામણીએ ખૂબ જ ઓછા દરે નોટબુકો મળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ યોજનાનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વાલીઓએ ભારત વિકાસ પરિષદની આ સેવાકીય પહેલને સમયોચિત અને સમાજોપયોગી ગણાવી હતી. શિક્ષણ ક્ષેત્રે સમાજને ઉપયોગી બને તેવી પ્રવૃત્તિઓ માટે પરિષદ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

ભારત વિકાસ પરિષદ, મોરબીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પરિષદ પોતાના ધ્યેયવાક્ય **”સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ”**ને જીવનમાં ઉતારી સમાજના વિવિધ વર્ગોને સ્પર્શતી સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરી રહી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે ભવિષ્યમાં પણ આવા જનહિતકારી કાર્યક્રમો યોજવામાં આવશે.

આ કાર્યક્રમના સફળ આયોજનમાં અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ હોથી, સચિવ શ્રી વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ શ્રી હિરેનભાઈ ધોરિયાણી, સંયોજક શ્રી હિંમતભાઈ મારવણીયા, શાખા કન્વીનર (સેવા) શ્રી રાજુભાઈ ડાંગર સહિત પરિષદના તમામ સભ્યો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. ચિરાગભાઈ અઘારા, ડૉ. જયેશભાઈ પનારા, વિનુભાઈ મકવાણા, રાજેશભાઈ ડાંગર, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર, ગોપાલભાઈ મૂછડિયા, ચિરાગભાઈ વડસોલા, હરેશભાઈ બોપલીયા,પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, રતિલાલભાઈ ચંદ્રાલા, હરદાસભાઈ જાકાસણીયા તથા વ્રત અઘારા દ્વારા વિશેષ સહયોગ અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સુચારૂ અને સફળતાપૂર્વક પાર પડી શક્યો હતો.

ભારત વિકાસ પરિષદ માત્ર એક સંસ્થા નહીં પરંતુ સેવા, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત પરિવાર છે. સમાજહિતના વિવિધ પ્રકલ્પો, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ સમાજને સકારાત્મક દિશા આપવાના કાર્યમાં સહભાગી બનવા ઇચ્છુક નાગરિકોને ભારત વિકાસ પરિષદ, મોરબી સાથે સભ્ય તરીકે જોડાવા માટે અપીલ કરવામાં આવે છે. પરિષદમાં સભ્યપદ મેળવવા તથા વધુ માહિતી માટે મો. 99744 58658 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

– પ્રસિદ્ધિ માટે –
ભારત વિકાસ પરિષદ, મોરબી
સંપર્ક… સહયોગ… સંસ્કાર… સેવા…સહયોગ

Related posts

*દિવાન રાહિબ શા ના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*ભારત વિકાસ પરિષદ તેમજ રોટરી કલબના પદાધિકારીઓનું ડીસા જલારામ મંદિર ખાતે કરાયેલ સન્માન* 

Hello Morbi

*HELLO MORBI:વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ*

editor

Leave a Comment