• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતર ગુજરાત અખિલ રઘુવંશી લોહાણા સમાજની બની રહેલ અતિ પ્રેરણાદાયી ડિરેક્ટરી*

બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતર ગુજરાત અખિલ રઘુવંશી લોહાણા સમાજની બની રહેલ અતિ પ્રેરણાદાયી ડિરેક્ટરી
અત્યાર સુધી 1505 જાગૃત પ્રતિભાઓની મળેલ માહિતી
બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતર ગુજરાત અખિલ રઘુવંશી લોહાણા સમાજ એટલે કે દેશી,પારકર, મારવાડી,વાગડ,થરી, સિંધી લોહાણા,સાતગામી, કચ્છી, કાઠિયાવાડી સહિત ઉતર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ સહિતના જિલ્લાઓમાં હાલમાં વસવાટ કરતા હોય કે આ જિલ્લાઓના મૂળ વતની હોય અને હાલમાં દેશ-વિદેશમાં કોઈ પણ સ્થળે રહેતા હોય તેવા પ્રતિભાસંપન્ન મહાનુભાવોની એક અભૂતપૂર્વ પ્રેરણાદાયી ડિરેક્ટરી બની રહેલ છે.
આ ડિરેક્ટરીમાં ઉતર ગુજરાત લોહાણા સમાજના ડોક્ટર, વકીલ, એન્જિનિયર, નિવૃત્ત તેમજ વર્તમાન શિક્ષક/પ્રોફેસર,સી.એ.,એમ.બી.એ., નિવૃત્ત તેમજ વર્તમાન સરકારી તેમજ બેંકીંગ અધિકારીઓ/કર્મચારીઓ, ફાર્માસીસ્ટ, આર્કીટેકટ, પત્રકાર, તંત્રી, ચિત્રકાર, રમતવીર, લેખક,કવિ, સાહિત્યકાર, કોઈ પણ ક્ષેત્રના એવોર્ડ વિજેતા, લાયન્સ,રોટરી, રેડક્રોસ,ભારત વિકાસ પરિષદ જેવી સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ, વિદેશ વસવાટ કરતા જ્ઞાતિજનો, ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપતા જ્ઞાતિજનો, નગરપાલિકા -પંચાયતના પૂર્વ/વર્તમાન સભ્યો, રાજકીય પક્ષોમાં હોદો ધરાવતા પૂર્વ/વર્તમાન જ્ઞાતિજનો સહિત તમામ પ્રતિભાઓની ડિરેક્ટરી બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે.
અત્યાર સુધીમાં ઉતર ગુજરાત લોહાણા સમાજના 1505 ભાઈઓ બહેનોની માહિતી મળી ગયેલ છે.જેમની માહિતી બાકી છે તેઓ તાત્કાલિક ભગવાનભાઈ બંધુ ડીસા મોબાઈલ નંબર 9825638643 ઉપર સંપર્ક કરીને મોકલી આપે તો આ સત્કાર્ય સત્વરે પૂર્ણ થાય.
આ ડિરેક્ટરીનું વિમોચન નવેમ્બર કે ડિસેમ્બર-2026 માં ગાંધીનગર ટાઉનહોલ ખાતે વિવિધ સંતો તેમજ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થવાની સંભાવના છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રઘુવંશી સમાજના યુવા અગ્રણી અમિત સેજપાલ નો આજે જન્મદિવસ: શુભકામનાઓ ની વર્ષા*

editor

*HELLO MORBI NEWS:મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે*

editor

*અવસર છે લોકશાહીનો ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨*

Hello Morbi

Leave a Comment