
ડીસામાં દેવીપૂજક પરિવારમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થતાં છવાઈ આનંદની લાગણી
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 416 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન દેવીપૂજક પરિવારનાં કોકિલાબેન દંતાણી દ્વારા સંતોષી માતાજી મંદિર ખાતે કરવામાં આવતાં સમરસતાનો દિવ્ય ભાવ જોવા મળ્યો હતો.
ડીસાના સમગ્ર સનાતન હિંદુ સમાજમાંથી ભક્તો ભજનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભજનની રમઝટ જામી હતી.ભજન દરમિયાન ખૂબ જ સારા ગાયક કનુભાઈ તૃપ્તિવાળાએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 40000 ચાલીસ હજાર જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી. કોકિલાબેન દેવીપૂજક પરિવારનું પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ ભજનનું સમગ્ર આયોજન વિચરતી જાતિઓ માટે અભૂતપૂર્વ સેવા કરતા ઇશ્ર્વરભાઇ રાવળના માધ્યમથી કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારે અષાઢી બીજ નિમિત્તે રાધાબેન અશોકભાઈ પૂજારા પરિવાર તરફથી શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખેલ હોઈ તેનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.
