• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 𝟏𝟏𝟎𝟎𝟎 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો*

શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 11000 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો
તાજેતરમાં ડીસાના 10 જેટલા યુવાનોએ ખૂબ જ કઠિન એવી શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા કરી હતી.આ યાત્રામાં મહેન્દ્રભાઈ રતિલાલ ઠક્કર, મેહુલકુમાર આર.ઠકકર, યોગેશભાઈ બી.ઠકકર,જોધારામ બી.જોષી, નરેશભાઈ એમ.પુરોહિત, જયેશભાઈ એસ.પુરોહિત, મહેશભાઈ કે.પુરોહિત, મહેન્દ્રભાઈ એ.પુરોહિત, વિનોદભાઈ એચ.પુરોહિત, જયેશભાઈ બી.શ્રીમાળી સહિતના ખૂબ જ ઉત્સાહી, હોંશીલા અને નીડર યુવાનો જોડાયા હતા.
સ્વખર્ચે આ યાત્રામાં સામૂહિક રીતે જોડાયેલા યુવાનોએ યાત્રાના અંતિમ દિવસે હિસાબ કરતાં બચેલી 11000 અગીયાર હજારની રકમ ગૌસેવા હેતુ મહેન્દ્રભાઈ રતિલાલ ઠક્કરના માધ્યમથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને ગુરૂવારના ભજનમાં અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ સમગ્ર ટીમને વાજતેગાજતે અભિનંદન આપ્યા હતા.
ગૌસેવા કરવાનો પ્રેરણાદાયી નિર્ણય કરવા બદલ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના તમામ હરિભક્તોએ શ્રી અમરનાથ તીર્થધામ યાત્રા કરનાર યુવાનોને ખરા દિલથી અભિનંદન આપ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

editor

*HELLO MORBI: ૧-ખાખરાબેલાં ગામે ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસવ ઉજવાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’; મોરબીમાં પર્યાવરણ સુરક્ષા અને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો*

editor

Leave a Comment