
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નવમા વર્ષના પ્રથમ ગુરૂવારે ભજનમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં નિરંતર દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમગ્ર સનાતન હિંદુ સમાજમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના માધ્યમથી થાય છે .નવમા વર્ષના પ્રથમ અને ક્ર્મ મુજબ 419 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રી હરેશભાઈ જીવરામભાઈ ઠક્કર/તન્ના -પત્રકાર પરિવારના નિવાસસ્થાને હતાં જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
શીવનગર મોમાયમાતાજી મંદિરના પૂજ્ય દીલીપગીરીજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભાઈઓ બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભજનો ગાતાં જોરદાર રમઝટ જામી હતી.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 35 હજારની ગૌસેવા એકત્ર થઇ હતી.નિયમિત દર ગુરૂવારે નક્કી કરેલ ડ્રેસમાં ભજનમાં આવતા ભાઈઓ બહેનો માટે ભાદરવા માસમાં સહયોગી દાતાઓના સહકારથી વીરપુર/સોમનાથની બે દિવસીય યાત્રાની જાહેરાત કરાતાં સૌમાં આનંદની લાગણી પ્રસરી હતી.
ભજન યજમાન શ્રી હરેશભાઈ જીવરામભાઈ ઠક્કર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારે કેતનભાઈ બાબરભાઈ દેસાઈ/રબારી પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ તેમણે સૌને આમંત્રણ આપ્યું હતું.

