• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બી.ડી.ડી.એસ.ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગાળવાના/ભઠ્ઠીના ૪ કેસો શોધી પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરતી મોરબી જિલ્લા પોલીસ*

બી.ડી.ડી.એસ.ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગાળવાના/ભઠ્ઠીના ૪ કેસો શોધી પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરતી મોરબી જિલ્લા પોલીસ.

તા.૧૮/૦૧/૨૦૨૩
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ પ્રોહીબીશનની બદી સદંતર નાબુદ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા આજરોજ વહેલી સવારે મોરબી જિલ્લાના માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે કોમ્બિંગનું મેગાસર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., સી.પી.આઈ, મોરબી, હળવદ, મોરબી તાલુકા અને માળીયા મિ. એ રીતે પોલીસ સ્ટેશનના તથા કચેરીઓના મળી કુલ ૮ જેટલા અધિકારીશ્રીઓ તથા ૬૦ જેટલા પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે બી.ડી.ડી.એસ. ટીમ તથા ડ્રોન કેમેરાની મદદ લઈ કોમ્બિંગ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરેલ. જેમાં ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિ કરતા કુલ પાંચ ઈસમો વિરુદ્ધ દારૂ ગાળવાના/ભઠ્ઠીના ચાર કેસો કરવામાં આવેલ છે અને આ શોધી કાઢેલ દારૂ ગાળવાના ભઠ્ઠીના કેસોમાં સંડોવાયલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
(૧) મહેબુબ ઇશાભાઇ જામ મિયાણા રહે.નવાગામ તા.માળીયા મિ, જી.મોરબી,
(૨) ગફુર ઇશાભાઇ જામ મિયાણા રહે.નવાગામ તા.માળીયા મિ. જી.મોરબી, (૩) રશીદાબેન વા/ઓ અબ્દુલભાઇ જામ/મિયાણા રહે.નવાગામ તા.માળીયા મિ. જી.મોરબી
પકડવાના આરોપીઓના નામ સરનામા:-
(૧) અબ્દુલભાઇ ઉર્ફે પોપો અહેમદભાઇ જામ મિયાણા રહે.નવાગામ તા.માળીયા મિ. જી.મોરબી (૨) જુમાભાઇ હૈદરભાઇ જામ/મિયાણા રહે.નવાગામ તા.માળીયા મિ. જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત
દેશી દારૂ બનાવવાનો ઓથો ૧૩૫૦ લીટર, કિંમત રૂ.૨૭૦૦/-

Related posts

*કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે નિયત પ્રક્રિયા અનુસરવી પડે છે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા.*

editor

*મોરબી: માધાપર વિસ્તાર ફટાકડા ફોળવાની બાબતે થયેલ ફાયરિંગ માં બે સગીર સહિત ત્રણ ને ગણતરીના કલાકો માં અટકાયત કરતી મોરબી પોલીસ*

Hello Morbi

Leave a Comment