મોરબીમાં અર્વાચીન દાંડીયા યુગમાં પ્રાચીન પરંપરા જાળવતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળ
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા શ્રધ્ધા ના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા મંદિર ના પ્રાંગણ માં છેલ્લા ૨૬ વર્ષે એક સેવા નાં ભાવ થી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ દર વર્ષે ની જેમ પરંપરાગત આયોજન કરવામાં આવ્યું છે આ ગરબી મા ૭૫ થી વધુ બાળાઓ માં નવદુર્ગા ની ભક્તિ આરાધના કરી અવનવા રાસ ગરબા ની રમઝટ બોલાવી રહી છે આજના અર્વાચીન દાંડીયા યુગમાં પ્રાચીન પરંપરા
જાળવતી જોવા મળે છે આ શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળ માં પ્રાચીન ગરબાની રમઝટ જાણીતા ભજનિક ને લોકપ્રિય ગાઈક રિટાબેન ગોસ્વામી તેનાં કોકીલા કંઠે ગાઈ રહ્યા છે આ ગરબી મા થતી દાન ની આવક શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા યોજાતા ગરીબ ને મધ્યમ વર્ગ ની દિકરી ના સમુહ લગ્ન ને સેવાકાર્ય મા વાપરવામાં આવે છે આ ગરબી નું સફળ સંચાલન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર સેવાભાવી ટ્રસ્ટી ઓને સેવાભાવી ભક્તો કરી રહ્યા છે આ મોરબી શહેર ને જીલ્લા નુ આકર્ષણ નું કેન્દ્ર બની છે દરરોજ બહોળી સંખ્યા માં ભક્તો ગરબી જોવા ઉમટી રહ્યા છે.




