• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ મહેશ રાજ્યગુરુ સહિતના સહિતના કોંગ્રેસમાં જોડાયા*

મૂળ કોંગ્રેસી આપ પ્રમુખ મહેશ રાજ્યગુરુ સહિતના 50 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

મોરબી : મોરબીમાં આયારામ ગયારામનો સિલસિલો યથાવત રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ આજે મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના 50થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.                                                                             મોરબીમાં આજે રાજકીય ભૂકંપ જેવી ઘટનામાં ટંકારા મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ તેમજ 50થી વધુ આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.આપની મોટી ટીમ કોંગ્રેસમાં જોડાતા આગામી પાલિકાની ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ પણ મળી રહ્યા છે તો કેટલાક કોંગ્રેસીઓમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છેઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાની ગત ચૂંટણીમાં ધોકો પછાડી વિકાસ સમિતિ તરીકે અલગ ચોકો રચી બહુમત છતાં કોંગ્રેસને સતાથી અળગી રાખનાર મહેશ રાજ્યગુરુ અને તેમની ટીમ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગઈ હતી અને મહેશ રાજ્યગુરુ તો મોરબી શહેર આપ પ્રમુખ તરીકે કાર્યરત બની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી હતી પરંતુ આજે અચાનક જ તેમને આમ આદમી પાર્ટીને અલવિદા કરી કોંગ્રેસ સાથે જોડાણ કરતા પાલિકાની ચૂંટણી પૂર્વે આપ ને ફટકો પડ્યો છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*HELLO MORBI NEWS:ટંકારા નિવાસી અલ્કાબેન વિપુલભાઈ રાણપરાનું દુઃખદ અવસાન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ ખાતે સાંસદોની મંડળીય સમિતિની બેઠક યોજાઈ*

editor

Leave a Comment